• મંત્રીઓને નથી મળી રહ્યા મનપસંદ વિભાગ
  • મંત્રીમંડળ વિસ્તાર થશે ત્યારે બંને જૂથમાં મોટો અસંતોષ હશે
  • ફડણવીસે મહારાષ્ટ્રની રાજનીતિના સ્તરને ઘટાડ્યું છે

મહારાષ્ટ્રનું રાજકારણ સતત છેલ્લા કેટલાક દિવસોથી ગરમાયું છે. આ સમયે હાલમાં અજિત પવાર પોતાની ભૂમિકાને લઈને પણ ચર્ચામાં છે. મળી રહેલી માહિતી અનુસાર તેઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રઈ અમિત શાહને પણ મળ્યા છે. આ સમયે સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર તેમને નાણા મંત્રાલય મળી શકે તેમ છે. તેની સત્તાવાર જાહેરાત જલ્દી કરવામાં આવશે.

સંજય રાઉતના બદલાયા સૂર

ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે અજિત પવાર જૂથ પર હુમલો કર્યો છે. સંજય રાઉતે કહ્યું મને મંત્રીમંડળનો વિસ્તાર મુશ્કેલ લાગી રહ્યો છે. વિસ્તાર થઈ રહ્યો નથી અને જે 9 મંત્રીઓએ શપથ લીધા છે તેમને પણ મનપસંદ વિભાગ મળી રહ્યા નથી. હવે તેમની હાઈકમાન દિલ્હીમાં છે. તમામને વારે-વારે દિલ્હીમાં જઈને મુજરો કરવો પડે છે. જ્યારે મંત્રીમંડળ વિસ્તાર થશે ત્યારે બંને જૂથમાં મોટો અસંતોષ હશે.

સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસને લઈને પણ જાણો શું કહ્યું

છેલ્લા કેટલાક દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસને નાગપુરનો કલંક ગણાવ્યા. તેનો જવાબ આપતા તેઓએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને માનસિક તપાસની જરૂર છે. ભાજપ નેતાઓએ પણ ઠાકરેના નિવેદનની ટિપ્પણી કરી છે. તેની પર સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે.

શું કહ્યું રાઉતે

રાઉતે કહ્યું ગઈકાલ સુધી જે મુખ્યમંત્રી હતા તે જ બોસ હતા. આજે તેમની સ્થિતિ શું છે. 2-2 ઉપમુખ્યમંત્રીઓની સાથે કામ કરી રહ્યા છે. આ મુખ્યમંત્રી તેમના જૂનિયર હતા તેમની સાથે હવે તે કામ કરી રહ્યા છે. તમામ સરકાર દિલ્હીથી ચાલી રહી છે. આ માટે ફડણવીસ હતાશામાં બોલી રહ્યા છે. તેઓ અને તેમના જેવા લોકોએ મહારાષ્ટ્રની રાજનીતિના સ્તરને ઘટાડ્યું છે. તેનો જવાબ આપવાનો રહેશે. સૌથી વધારે ભ્રષ્ટાચાર તેમના સમયમાં જ થયો છે. સંજય રાઉતે આલોચના કરતા કહ્યું કે તેમને તેમના લોકોના ભ્રષ્ટાચારને વિશે પૂછવામાં આવે તો તે જવાબ આપતા નથી. 

  • Follow us on: