• રાહુલે MPમાં 150 સીટ જીતવાનો દાવો કર્યો
  • શિવરાજે કહ્યું ભાજપ 200થી વધુ સીટ જીતશે
  • MPમાં વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી યોજાશે

ચાલુ વર્ષના અંતે મધ્ય પ્રદેશ (MP)માં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. તેને લઈને MPના રાજકારણમાં અત્યારથી જ ગરમાવો આવી ગયો છે. આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 136 બેઠકો મળી હતી. તેવી જ રીતે તેમને મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 150 બેઠકો મળશે. તેના જવાબમાં MPના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાહુલની વાતને ખયાલી પુલાવ ગણાવ્યો હતો.

ભાજપનો 200 સીટ જીતવાનો દાવો

[[$googlead]]

શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, દિલ કે બહેલાને કો બાબા ખયાલ અચ્છા હૈ, ભારતીય જાણતા પાર્ટી મધ્ય પ્રદેશમાં 200થી વધુ સીટો પરથી જીતશે. હવે તેઓને ખયાલી પુલાવ પકવવા હોય તો પકવતા રહે. દિલ્હીમાં કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ માટે MPના નેતાઓ સાથે એક મિટિંગ કરી હતી. બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કર્ણાટક બાદ હવે MPમાં પણ કોંગ્રેસ જીતશે. રાહુલ ગાંધીના નિવેદન બાદ થોડા સમયમાં જ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે પ્રતિક્રિયા આપી હતી.

[[$alsoread]]

 

નવેમ્બરમાં ચૂંટણીની સંભાવના

મધ્ય પ્રદેશ વિધાનસભામાં 230 સીટ છે. MPમાં શિવરાજ સિંહ ચૌહાણ સરકારનો કાર્યકાળ 6 જાન્યુઆરી 2024ના રોજ પૂરો થાય છે. જે જોતાં આ વર્ષે નવેમ્બર આસપાસ વિધાનસભા ઇલેક્શન યોજવાની સંભાવના છે. બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ મધ્ય પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયા છે.

કોણ હતું કોંગ્રેસની બેઠકમાં હાજર?

આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ સહિત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ પણ હાજર હતા. આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં ચૂંટણી છે. તેને ધ્યાનમાં રાખીને આ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય એકમ સાથે જોડાયેલા ઘણા મોટા નેતાઓએ હાજરી આપી હતી.

  • Follow us on: