• લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ CMના પુત્ર ભાજપમાં જોડાશે
  • ઉત્તરાખંડમાં મનીષ ખંડૂરીએ શુક્રવારે કોંગ્રેસમાંથી રાજીમાનું આપી દીધું
  • મનીષ ખંડૂરી 2019માં ગઢવાલ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા

ઉત્તરખંડમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ઉત્તરાખંડના મનીષ ખંડુરીએ શુક્રવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. મનીષ ખંડૂરી 2019માં ગઢવાલ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. ઘણી પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની જાહેરાત પણ કરી દીધી છે. સાથે જ કેટલાક નેતાઓના પક્ષપલટાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ ભુવન ચંદ ખંડુરીના પુત્રનું રાજીનામું

ઉત્તરાખંડ કોંગ્રેસમાં પણ લોકસભા ચૂંટણીની બેઠકો માટે નામો ફાઈનલ થઈ ગયા છે અને તે પહેલા જ નેતાઓના રાજીનામા અને પક્ષપલટાનો તબક્કો શરૂ થઈ ગયો છે. આ પહેલા પણ અનેક નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. શુક્રવારે મહાશિવરાત્રીના દિવસે ગઢવાલ સંસદીય મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ ભુવન ચંદ ખંડુરીના પુત્ર અને વિધાનસભા અધ્યક્ષ રિતુ ખંડુરીના ભાઈ મનીષ ખંડુરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટમાં આ માહિતી આપી છે. લોકસભા ચૂંટણી પહેલા મનીષ ખંડુરીના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

મનીષ ખંડુરીએ રાજીનામાં બાદ શું કહ્યું?

મનીષ ખંડુરીએ શુક્રવારે મહાશિવરાત્રીના દિવસે તરત જ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટમાં આ માહિતી આપી છે. તેમણે કહ્યું, 'હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી રહ્યો છું. મારો આ નિર્ણય કોઈ પણ અંગત હિત કે અપેક્ષા વગર લેવામાં આવ્યો છે.'

કોણ છે ઉત્તરાખંડના નેતા મનીષ ખંડુરી

મનીષ ખંડુરીનો જન્મ 16 ઓક્ટોબર 1968ના રોજ ગઢવાલમાં થયો હતો. તેઓ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ ભુવન ચંદ્ર ખંડુરીના પુત્ર છે. મનીષ ખંડુરી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. 2019 માં, મનીષ ખંડુરીએ તેમના પિતા વિરુદ્ધ કોંગ્રેસ તરફથી લોકસભાની ચૂંટણી લડી હતી. ત્યાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમના પિતા અને ભાજપના નેતા મેજર જનરલ ભુવન ચંદ્ર ખંડુરી પાંચ વખત સાંસદ બન્યા હતા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પણ હતા.

  • Follow us on: