• ટ્રસ્ટે નવી તસવીર પોસ્ટ કરીને આપ્યો મંદિર નિર્માણનો રીપોર્ટ
  • આગામી વર્ષ સુધીમાં પૂરી કરી દેવાશે મોટાભાગનું કામ
  • એક અઠવાડિયા સુધી ચાલશે પ્રતિષ્ઠા મહોત્સવ

મંગળવારે, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની નવીનતમ તસવીરો બહાર પાડવામાં આવી હતી. જેમાં મંદિર નિર્માણનું કામ ક્યાં સુધી પહોંચ્યુ એ અંગે સ્પષ્ટતા થઈ રહી છે. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની પવિત્ર નગરી અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલમાં એક ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દરરોજ નવા ફોટોગ્રાફ્સ બહાર પાડીને બાંધકામની પ્રગતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા છે.

આખો મહિનો ચાલશે કામગીરી

મંગળવારે પણ ટ્રસ્ટે સોશિયલ મીડિયા પર નવી તસવીરો જાહેર કરી હતી. જેમાં પ્રથમ માળનું બાંધકામ ઝડપી ગતિએ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પ્રથમ માળની છત નાખવા માટે થાંભલા ઊભા કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ડિસેમ્બર 2023 સુધીમાં મહત્તમ બાંધકામ પૂર્ણ કરવા માંગે છે. મકરસંક્રાંતિ 2024ની 14મી જાન્યુઆરીથી 24મી જાન્યુઆરી વચ્ચે ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે મંદિરનું નિર્માણ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટનો પ્રયાસ છે કે નવેમ્બર, ડિસેમ્બર 2023 સુધીમાં બને તેટલું કામ પૂર્ણ કરી લેવામાં આવે. કારણ કે જાન્યુઆરી મહિનામાં ભગવાનના મંદિરમાં અભિષેકનો કાર્યક્રમ છે. આવી સ્થિતિમાં સમગ્ર મહિના દરમિયાન બાંધકામની કામગીરીને અસર થશે.


ભવ્યતાનો અંદાજ લગાવી શકાશે

જનરલ સેક્રેટરીએ જણાવ્યું કે પહેલા માળનું નિર્માણ કાર્ય શક્ય તેટલું પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી ઉદ્ઘાટન કાર્યક્રમમાં આવનાર મહેમાનો અને રામ ભક્તો, ભક્તો મંદિર નિર્માણ કાર્યની પ્રગતિથી માહિતગાર થઈ શકે. આ પહેલા પણ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફ અનેક વખત મંદિર નિર્માણની તસવીરો જાહેર કરવામાં આવી છે. આ તસવીરો પરથી મંદિરની ભવ્યતાનો અંદાજ લગાવી શકાય છે.

  • Follow us on: