ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપના કેપ્ટન શુભાંશુ શુક્લાએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) માટે લોન્ચિંગને 10 જૂને થવાનું હતુ તેને હાલ પુરતુ સ્થગીત કરી દેવામાં આવ્યુ છે. કેમકે પાયલ ગ્રુપની પૂર્વ ઉડાનની જે ક્વારંટીન પ્રક્રિયા છે તે હાલ પૂરી થઇ નથી.


આ મિશન Axiom Spaceના Ax-4 પ્રોગામનો એક ભાગ છે. આ મિશનની શરૂઆત 29મેના થવાની હતી, જેને પછીથી 8 જૂન માટે બીજી વખત શિડ્યુલ કરવી પડી હતી, જો કે ફરી એકવાર તૈયારી બરાબર પૂર્ણ થાય તે માટે લોન્ચ કરવાનો સમય હવે 10 જૂને રાખવામાં આવ્યો છે.

કેપ્ટન શુભાંશુ શુક્લા મિશનના પાયલટ હશે

કેપ્ટન શુભાંશુ શુક્લા આ મિશનમાં પાયલટ તરીકે સેવા આપશે અને ISSનો પ્રવાસ ખેડનાર પ્રથમ ભારતીય બની જશે. તેઓ અંતરિક્ષ ક્ષેત્રે બીજી ભારતીય હશે, આ પહેલા ભારતીય રાકેશ શર્મા હતા જેમણે 1984માં ઐતિહાસિક મિશન કર્યુ હતુ. Ax-4 મિશનના કમાન્ડરના રૂપમાં પીગી વ્હિટસન સામેલ હતા, જે એક અનુભવી NASAના અંતરિક્ષ યાત્રી છે.

સાથે સાથે પોલેન્ડના વિશેષજ્ઞ સ્લાવોજ ઉન્ઝાન્સ્કી, વિસ્ત્રીવસ્કી અને હંગરી ના ટિબોર કપુનો સમાવેશ થાય છે. જે પોત પોતાના દેશના ISS માટે પ્રથમ ઉડાન ભરશે. પાયલટ ગ્રુપ 25મેથી ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરમાં બે અઠવાડિયાની પૂર્વ લોન્ચ ક્વોરન્ટાઇનમાં છે.

રોજ રૂટીન હેલ્થ ચેકઅપ થાય છે

આ હેલ્થ માટેનું પ્રોટોકોલ છે જે તમામ અંતરિક્ષ ઉડાન પહેલા માનવ સુરક્ષા માટે જરૂરી છે. તેનો મકસદ આ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ અંતરિક્ષ યાત્રી કોઇ પણ સંક્રમક રોગથી મુક્ત છે જે મિશનને જોખમમાં નાખી શકે છે ISSના બીજા ક્રુ મેમ્બરને નુકસાન પહોંચાડી શકે છે.

આ દરમિયાન અંતરિક્ષ યાત્રીને એક નિયંત્રિત વાતાવરણમાં રાખવામાં આવે છે જે ખુબજ આકરા સ્વચ્છતાના નિયમોનું પાલન કરે છે. તેમનું રોજે રોજ હેલ્થ ચેકઅપ થાય છે. બહારના લોકો સાથેનો સંપર્ક ઓછો કરી દેવામાં આવે છે. કેમકે આ ખુબજ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જે ISSની એક ક્લોઝ સિસ્ટમ છે, થોડી બીમારીના લક્ષણ પણ ગંભીર પરિણામનું કારણ બની શકે છે. 

  • Follow us on: