- સિક્કિમના મંગનમાં સતત વરસાદ
- 1200થી વધારે પ્રવાસીઓ ફસાયેલા
- ચુંગથાંગથી 50 પ્રવાસીઓને બચાવી લેવાયા
સિક્કિમમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. તેવામાં BRO દ્વારા સિક્કિમના ચુંગથાંગથી મંગન સુધી ફસાયેલા 50 પ્રવાસીઓની પ્રથમ બેચને બહાર કાઢવામાં આવી હતી.મહત્વનું છે કે 12 જૂનથી સતત થઇ રહેલા વરસાદથી મંગન સ્થિતિ ગંભીર બની હતી. ઘણી જગ્યાએ ભૂસ્ખલન તેમજ જિલ્લાના કેટલાક મહત્વના ભાગો સાથે સંપર્ક કપાઇ ગયો હતો.
2000 પ્રવાસીઓ ફસાયેલા
સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે સિક્કિમમાં સ્થિતિ વણસી ગઈ છે. ઉત્તર સિક્કિમ તબાહ થઈ ગયું છે. 2000 પ્રવાસીઓ હજુ પણ અહીં ફસાયેલા છે. સતત વરસાદને કારણે મંગનથી લાચુંગ સુધી ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે માર્ગ પરિવહનને ખરાબ અસર થઈ છે. સિક્કિમ પ્રશાસન દ્વારા પ્રવાસીઓને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. હેલિકોપ્ટર પણ પ્રવાસીઓને બચાવવા માટે તૈયાર છે, પરંતુ ખરાબ હવામાનને કારણે એરલિફ્ટ શક્ય નથી.
12 જૂનથી વરસી રહ્યો છે વરસાદ
17 જૂને BRO દ્વારા સિક્કિમના ચુંગથાંગથી મંગન સુધી ફસાયેલા 50 પ્રવાસીઓની પ્રથમ બેચને બહાર કાઢવામાં આવી હતી. 12 જૂનથી ભારે વરસાદને કારણે ઉત્તર સિક્કિમમાં નોંધપાત્ર નુકસાન થયું છે, જેના કારણે રસ્તાઓ બ્લોક થયા છે. લગભગ 1200-1500 પ્રવાસીઓ ફસાયા છે.
પુલ તૂટવાથી સ્થિતિ વણસી
સાંકલાંગ ખાતે ઝૂલતા પુલના તુટી જવાથી પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. હવામાનની ગંભીર સ્થિતિ હોવા છતાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) એ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે મોટા સંસાધનો એકત્ર કર્યા હતા. તીસ્તા નદી પર તુંગ ખાતે પુલ દ્વારા ચુંગથાંગ અને મંગન વચ્ચે સફળતાપૂર્વક મહત્વપૂર્ણ જોડાણ પુનઃસ્થાપિત કર્યું હતું.
પ્રવાસીઓએ વ્યક્ત કર્યો આભાર
સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમે બચાવ કામગીરીમાં મદદ કરી હતી, જેના પરિણામે લગભગ 50 પ્રવાસીઓનો બચાવ થયો હતો. બીઆરઓએ સ્થળાંતર દરમિયાન ખોરાક અને તબીબી સહાય પણ પૂરી પાડી હતી. જે બદલ પ્રવાસીઓએ BRO ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.









