- ઓડિશાના બાલાસોરમાં સુપસોનિક મિસાઈલ ઓસિસ્ટેડ રિલીઝ ઓફ ટોરપિડોનું સફળ પરીક્ષણ
- SMART System ડિફેન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશ DRDOએ નેવી માટે તૈયાર કરી છે
- સ્માર્ટ એ એક પ્રકારની એન્ટિ-શિપ મિસાઇલ છે જેમાં ઓછા વજનનો ટોર્પિડો ફીટ કરવામાં આવ્યો
ભારતે ફરી એકવાર સંરક્ષણ ક્ષેત્રે ઈતિહાસ રચ્યો છે. બુધવારે, 1લી મેના રોજ ઓડિશાના બાલાસોરમાં સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ રીલીઝ ઓફ ટોરપિડો - SMARTનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ એક એન્ટી સબમરીન મિસાઈલ સિસ્ટમ છે. આ SMART સિસ્ટમ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન - DRDO દ્વારા માત્ર નેવી માટે તૈયાર કરવામાં આવેલ છે.
સમુદ્રમાં ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થશે
DRDO દ્વારા બાલાસોરના દરિયાકાંઠે કરવામાં આવેલ પરીક્ષણ સફળ રહ્યું હતું. આ ભારતીય નૌકાદળની તાકાત વધારવા અને તેને જોખમોથી બચાવવા માટે કામ કરશે. આ પછી સમુદ્રમાં ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થશે. આ સિસ્ટમ દેશની સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ સાબિત થશે.
SMART સિસ્ટમ ભારતીય નૌકાદળને કેવી રીતે મદદ કરશે?
તેમજ સંરક્ષણ ક્ષેત્રના અધિકારીઓનું કહેવું છે કે, પાણીની અંદરના જોખમોનો સામનો કરવા માટે આ સ્માર્ટ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તે સફળ રહી છે. જાણો, શું છે આ SMART સિસ્ટમ, તે ભારતીય નૌકાદળને કેવી રીતે મદદ કરશે અને તેની વિશેષતાઓ શું છે?
શું છે નવી એન્ટી સબમરીન મિસાઈલ સિસ્ટમ, શા માટે બનાવવામાં આવી?
આ એક ડબ્બા આધારિત મિસાઈલ સિસ્ટમ છે, જે લાંબા અંતરના લક્ષ્યોને મારવાની ક્ષમતા ધરાવે છે. તેની તૈયારીનો હેતુ એ હતો કે જો આવી સિસ્ટમ બનાવવામાં આવે તો તે ટૂંકા અંતરથી પણ ટોર્પિડો લોન્ચ કરી શકે છે. તેમાં સુપરસોનિક મિસાઈલનો સમાવેશ થાય છે, જે 650 કિમી દૂર દુશ્મન સબમરીન સામે ચોક્કસ રીતે ટોર્પિડો લોન્ચ કરી શકે છે. તેની મિસાઈલની રેન્જ 650 કિલોમીટર છે, જે 20 કિલોમીટર સુધી હળવા વજનના ટોર્પિડોને લઈ જઈ શકે છે. આ સાથે 50 કિલો વજનના ઉચ્ચ વિસ્ફોટક હથિયાર લઈ જઈ શકાય છે.
એન્ટિ-શિપ મિસાઇલ કેવી હોય છે?
સ્માર્ટ એ એક પ્રકારની એન્ટિ-શિપ મિસાઇલ છે જેમાં ઓછા વજનનો ટોર્પિડો ફીટ કરવામાં આવે છે. આ ટોર્પિડોનો ઉપયોગ પેલોડ તરીકે થાય છે. આ બંનેની શક્તિથી તે એન્ટી સબમરીન મિસાઈલ બની જાય છે. તેનાથી મિસાઈલને માત્ર તાકાત જ નથી મળતી, તે ટોર્પિડોઝની મદદથી સબમરીનને નષ્ટ કરવાની ક્ષમતા પણ પ્રાપ્ત કરે છે.
SMART મિસાઈલ લોન્ચ કેવી રીતે થાય છે?
ખાસ વાત એ છે કે તેની મદદથી SMART મિસાઈલને યુદ્ધ જહાજો તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી છોડવામાં આવી શકે છે. આ સિસ્ટમ ટાર્ગેટની નજીક જઈને મિસાઈલમાંથી ટોર્પિડો છોડશે અને પાણીની અંદરના ટાર્ગેટને ફટકારશે.
સ્માર્ટ મિસાઈલને ગ્રાઉન્ડ લોન્ચરથી છોડવામાં આવી
આ સ્માર્ટ મિસાઈલને ગ્રાઉન્ડ લોન્ચરથી છોડવામાં આવી હતી. સુપરસોનિક ઝડપે મુસાફરી કરીને ટોર્પિડો પાણીની સપાટીથી આશરે 30 મીટર ઉપર છોડવામાં આવે તે પહેલાં તેની સમગ્ર શ્રેણીને આવરી લે છે. આ પછી ટોર્પિડોએ નિર્ધારિત ઊંડાઈએ લક્ષ્યને નિશાન બનાવ્યું.
લાંબા અંતરની સબમરીન પર ચોક્કસ હુમલા કરવાનું સરળ બનાવશે
સ્માર્ટ સિસ્ટમ ભારતીય સબમરીન અને સપાટી પરના જહાજો માટે લાંબા અંતરની સબમરીન પર ચોક્કસ હુમલા કરવાનું સરળ બનાવશે. આનાથી પાણીની અંદરના જોખમો સામે નૌકાદળની તાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે.









