- નાગપુરમાં 4 માર્ચે નમો યુવા મહાસંમેલન
- સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને ફેંક્યો પડકાર
- કહ્યું, મોદી શાસન વર્સિસ યુપીએ વચ્ચે ડિબેટ કરો
લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓએ પ્રચાર જોરશોરથી શરૂ કર્યો છે. ભાજપના દિગ્ગજો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. તેવામાં મહારાષ્ટ્રના નાગપુરમાં નમોયુવા સંમેલન યોજાયુ. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમમાં સંબોધન દરમિયાન રાહુલગાંધીને આડેહાથ લેતા ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
સ્મૃતિ ઇરાનીએ રાહુલને ફેંક્યો પડકાર
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને યુપીએ અને નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળ પર ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે. સ્મૃતિ ઇરાનીએ મહારાષ્ટ્રના નાગપુરમાં નમો યુવા સંમેલનમાં કહ્યું - કોંગ્રેસના UPA અને મોદીના 10 વર્ષના શાસનમાં શું તફાવત છે તેના પર ચર્ચા થવી જોઈએ.
રાહુલ ગાંધી બીજેપી કાર્યકર્તા સામે ટકી નહી શકે- સ્મૃતિ ઇરાની
તેમણે રાહુલ ગાઁધીને પડકાર ફેંકતા કહ્યું કે રાહુલ ગાંધી મેદાન તમે નક્કી કરો. કાર્યકર્તા અમે આપીશું. આવો તમારા દસ વર્ષ અને મોદી શાસનના 10 વર્ષની વચ્ચે શું ફરક છે તેની ચર્ચા કરીએ. તેમણે સાથે એમ પણ કહ્યું કે યુવા મોરચાનો સામાન્ય કાર્યકર પણ બોલેને તો રાહુલ ગાંધીમાં એટલો દમ નથી કે તેની સામે ટકી શકે. સ્મૃતિ ઇરાનીએ કહ્યું ભાજપે છેલ્લા 10 વર્ષમાં પાર્ટીના ઢંઢેરામાં જનતાને આપેલા ત્રણ મુખ્ય વચનો પૂરા કર્યા છે. જેમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી, સંસદમાં મહિલા અનામત લાવવા અને રામ મંદિરનું નિર્માણ કરવું.
140 કરોડ લોકો મોદીનો પરિવાર -સ્મૃતિ ઇરાની
બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવના 'પરિવાર' અંગેના નિવેદન પર સ્મૃતિએ કહ્યું- PM મોદીએ મુખ્ય સેવક બનીને ભારત માટે કામ કર્યું. INDI ગઠબંધનના ચારા ચોરે કહ્યું કે તેમનો (PM મોદી) કોઈ પરિવાર નથી. હું તેમને કહેવા માંગુ છું કે આપણે બધા મોદીનો પરિવાર છીએ. આ યુવાનો મોદીનો પરિવાર છે. ભારતના 140 કરોડ લોકો તેમનો પરિવાર છે. કોઈ તેમનો વાળ પણ વાંકો કરી નહી શકે.









