• અમેઠીમાં રોબર્ટ વાડ્રાના લાગ્યા પોસ્ટર
  • પોસ્ટર લાગ્યા બાદ સ્મૃતિ ઇરાનીની આવી પ્રતિક્રિયા
  • સ્મૃતિ ઇરાનીએ કહ્યું, જીજાજી આવે છે કાગળો છૂપાવી રાખજો

લોકસભાની ચૂંટણીને લઇને અમેઠીમાં કોંગ્રેસના ઉમેદવારને લઇને રાજકારણ તેજ બન્યુ છે તેવામાં આજે રોબર્ટ વાડ્રાના નામના પોસ્ટર્સ લાગ્યા છે જે બાદ સ્મૃતિ ઇરાનીની પ્રતિક્રિયા સામે આવી છે.

જીજાજી આવે છે કાગળો છૂપાવી રાખજો- સ્મૃતિ ઇરાની

[[$googlead]]

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની આજે અમેઠી બેઠક પર સભા સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે જીજાજી હોય કે સાળા, અમેઠીમાં દરેક લોકો છે મોદીના મતવાલા. સ્મતિ ઇરાનીએ વધુમાં જણાવ્યું કે જો જીજાજી આવશે ને તો કાગળો છૂપાવી લેજો. રાહુલ હોય કે જીજાજી. અમેઠી વિશે તેઓ કંઇ જ જાણતા નથી. તેઓને તો અમેઠીના ગામોના નામ પણ યાદ નથી. રાહુલ ગાઁધી પર પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ તો પોતાનો પરિવાર જ બદલી લીધો છે. તેઓ વાયનાડને પોતાનો પરિવાર ગણાવે છે. 

[[$alsoread]]

રાહુલ ગાંધી આવશે રૂમાલ મૂકવા અમેઠી- સ્મૃતિ ઇરાની

કેન્દ્રીય મંત્રી અને અમેઠીના બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને રોબર્ટ વાડ્રાને આડે હાથ લેતા દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ 15 વર્ષ સાંસદ રહીને જે કામ કર્યું છે તેના કરતા વધુ કામ તેમણે માત્ર પાંચ વર્ષમાં કરાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે એક સમય હતો જ્યારે બસોમાં મુસાફરી કરતા લોકો તેમની સીટને રોકવા માટે રૂમાલ છોડીને જતા હતા જેથી તે સીટ પર કોઇ બેસે નહીં. રાહુલ ગાંધી પણ રૂમાલથી તેમની સીટને રોકવા આવશે. કારણ કે આ સીટ પર તેમના જીજાજીની નજર છે.

અમેઠીમાં 20મેના રોજ થશે મતદાન

નોંધનીય છે કે સ્મૃતિ ઈરાનીની આ ટિપ્પણી રોબર્ટ વાડ્રા અમેઠીથી ચૂંટણી લડી શકે તેવી અટકળો બાદ આવી છે. અમેઠીને લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટીનો ગઢ માનવામાં આવે છે, પરંતુ 2019ની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. હાલમાં, લોકસભા ચૂંટણી 2024 દરમિયાન, અમેઠીમાં 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થશે. આવી સ્થિતિમાં આ વખતે કોની અમેઠીમાં આવે છે તે જોવું રસપ્રદ રહેશે.

  • Follow us on: