- છત્તીસગઢમાં સ્મૃતિ ઇરાનીએ બઘેલ સરકારને લીધી આડેહાથ
- દુબઇ કનેક્શન અને બઘેલ પરિવાર કર્યા પ્રહાર
- છત્તીસગઢમાં બે તબક્કામાં યોજાવાની છે ચૂંટણી
છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે.જેમાં પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પઘડમ શાંત થવાની તૈયારી છે તેવામાં દિગ્ગજો છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર માટે ઉમટી પડ્યા છે. સીએમ યોગી, પીએમ મોદી અને હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની છત્તીસગઢના પ્રવાસે પહોંચ્યા હચા. તેઓએ છત્તીસગઢના કોંડાગામમાં સભા સંબોધી જેમાં ભૂપેશ બઘેલ સરકારને આડેહાથ લીધા હતા.
દુબઇના રિમોટ કંટ્રોલથી બઘેલ ચાલે છે
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર નિશાન સાધ્યું અને દુબઈમાં રિમોટથી નિયંત્રિત હોવાનો આરોપ લગાવ્યો. સ્મૃતિ ઈરાની રવિવારે કોંડાગાંવમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહી હતી. તેમણે કહ્યું કે મને આશ્ચર્ય થયું, મને ખબર ન હતી કે સત્તા માટે એટલી બેચેની છે કે ભૂપેશ બઘેલને દુબઈમાં રિમોટથી નિયંત્રિત કરવામાં આવશે. અત્યાર સુધી મને કહેવામાં આવતું હતું કે રિમોટ ઇટાલીનું છે, પરંતુ હવે મને ખબર છે કે એક રિમોટ દુબઈમાં છે.
બઘેલ સરકારના પરિવારને ફાયદો
સ્મૃતિ ઈરાનીએ પણ બઘેલ પર ભ્રષ્ટાચાર અને તેમના પરિવારને ફાયદો કરાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, “છત્તીસગઢમાં બઘેલ પરિવારને શું મળ્યું? તેમના પુત્રને ખાણ વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમની દીકરીને સરકારી બેંકમાં નોકરી મળી ગઈ છે. તેમના જમાઈને સરકારી કંપનીમાં નોકરી મળી ગઈ છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે છત્તીસગઢમાં કોંગ્રેસને હરાવવા માટે ભાજપ પુરી તાકાતથી લડી રહી છે. "અમે છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારને ઉખાડી નાખીશું અને રાજ્યમાં વિકાસ લાવીશું, તેમ નિવેદન આપ્યું હતું.









