પ્રેમ ક્યાં ? ક્યારે અને કોની જોડે થઇ જાય તેની ક્યાં કોઇને ખબર હોય છે. પ્રેમ તો બસ થઇ જાય છે. આવુ લોકોને કહેતા આપણે સાંભળ્યા છે. એવી કહેવત પણ છે કે પ્રેમ આંધળો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈના પ્રેમમાં પડે છે, ત્યારે ઉંમર, જાતિ કે ધર્મ દેખાતા નથી. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે યુપીથી. દીકરીના લગ્ન હતા ત્યારે તેની માતાએ એવી હરકત કરી કે દીકરી હજી આઘાતમાં છે.

માતાની જમાઇ સાથે આંખ મળી, પછી..
ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક પરિવારમાં દીકરીના લગ્ન હતા. દીકરીના લગ્નને 9 દિવસની વાર હતી. ઘરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ હતો. જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. 16 એપ્રિલે તો લગ્ન હતા પરંતુ તે પહેલા જ દિકરીનો થનારો પતિ અને દીકરીના માતા વચ્ચે એવી આંખ મળી ગઇ કે બંને ઘરમાંથી ભાગી ગયા. બંને ક્યાં છે તે હજુ સુધી જાણી શકાયું નથી. જે છોકરા સાથે સાસુ ભાગી તેના જ તેની પોતાની દીકરી સાથે લગ્ન થવાના હતા. વરરાજાએ તેની સાસુને એક મોબાઈલ ફોન પણ ભેટમાં આપ્યો હતો, જેના દ્વારા બંને ગુપ્ત રીતે વાત કરતા હતા. કોઈને ખ્યાલ પણ નહોતો કે બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે.

આ મામલો યુપીના અલીગઢના મદ્રક પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મહિલાએ તો પહેલા પોતે જ પોતાની પુત્રીના લગ્ન ગોઠવ્યા હતા. ભાગતા પહેલા તેણીએ તેની પુત્રીના લગ્ન માટે ઘરમાં રાખેલા લાખો રૂપિયાના ઘરેણાં અને 2.5 લાખ રૂપિયાની રોકડા પણ લઈ લીધા. મહિલાના પરિવારે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે. મહિલાના ગુમ થવાનો કેસ નોંધ્યા બાદ, પોલીસ તેને શોધવામાં વ્યસ્ત છે.

વરરાજાએ ઘરમાં કહ્યુ કે હું..
આ ચકચારી ઘટનાથી બંને પરિવારના લોકો આઘાતમાં સરી પડ્યા છે. શરૂઆતમાં કોઈએ આ વાત સાચી માની જ નહી. પરંતુ જ્યારે બંને એક જ દિવસે ગાયબ થઈ ગયા, ત્યારે પરિવારને શંકા ગઈ. પછી ખબર પડી કે બંને ખરેખર સાથે ભાગી ગયા હતા. વરરાજા લગ્ન માટે કપડાં ખરીદવા જઈ રહ્યો છું એમ કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તેણે પોતાનો મોબાઈલ બંધ કરી દીધો. પિતા તેને સતત ફોન કરતા રહ્યા, પણ મોબાઈલ બંધ હતો. આ પછી પિતાએ સાસરિયાંના ઘરે ફોન કર્યો. પછી ખબર પડી કે છોકરીની માતા પણ ગાયબ છે.

દુલ્હનના ઘરેણા લઇને માતા ભાગી
જ્યારે છોકરીના પિતાએ કબાટ તપાસ્યું ત્યારે તેમણે જોયું કે તેમની પુત્રીના લગ્ન માટે રાખેલા કિંમતી ઘરેણાં અને 2.5 લાખ રૂપિયા ગાયબ હતા. આ બાબત સમગ્ર વિસ્તારમાં ચર્ચાઈ રહી છે. આ છોકરીના ઘરમાં અને તેના ભાવિ સાસરિયાના ઘરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. પરિવારના સભ્યોની ફરિયાદના આધારે પોલીસે ગુમ વ્યક્તિનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મહિલા અને તેના ભાવિ જમાઈના મોબાઈલ લોકેશન ટ્રેક કરવામાં આવી રહ્યા છે.

  • Follow us on: