લોકસભાના દંડક,વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા મહામહિમ મહિલા રાષ્ટ્રપતિજી પ્રત્યે અપમાનજનક શબ્દો બોલનારા કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી વિરુધ્ધ સંસદ ભવન ખાતે ઉગ્ર વિરોધ કરાયો.
સાંસદો દ્રારા ઉગ્ર વિરોધ
આજરોજ દિલ્હી ખાતે કોંગ્રસના નેતા શ્રીમતી સોનિયા ગાંધી દ્રારા દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી પ્રત્યે અપમાન જનક શબ્દોના પ્રયોગ કરવા બદલ સોનિયા ગાંધી દ્રારા દેશના તમામ આદિવાસી સમાજનું અપમાન કરવામાં આવ્યું છે એ સંદર્ભે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ તેમજ સંસદના તમામ આદિવાસી સાંસદો દ્રારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, સાથે બારડોલીના આદિવાસી સાંસદ પ્રભુભાઈ વસાવા અને છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહીને વિરોધ વ્યક્ત કરવા આવ્યો હતો.
આદિવાસી સમાજ પ્રત્યે સોનિયા ગાંધીની તેમજ કોંગ્રેસની માનસિકતા ઉજાગર થઈ ગઈ છે, દેશના આદિવાસી સમાજમાં સોનિયા ગાંધી પ્રત્યે ધેરા પ્રત્યાધાતો, સમાજમાં ભારે રોષ સાથે સોનિયા ગાંધી માફી માંગેની ઠેર ઠેર ઉગ્ર માંગણીઓ ઉઠવા પામી છે.









