• ઉ. પ્રદેશ 80 મોતીઓની જીતનો હાર વડાપ્રધાન મોદીના ગળામાં નાખશેઃ યોગી

  • અન્નદાતા ખેડૂતો સરકારના એજન્ડામાં છે : યોગી
  • બસપાના પ્રચારકોએ પોતાના પક્ષના ઉમેદવારોના પ્રચાર માટે રેલી યોજી

નગીના ખાતે આજે ભાજપ અને બસપાના બે સ્ટાર પ્રચારકોએ પોતાના પક્ષના ઉમેદવારોના પ્રચાર માટે રેલી યોજી હતી. સહારનપુરમાં વડાપ્રધાન મોદીની રેલીમાં ભાગ લીધા પછી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ધામપુર ખાતે યોજાયેલી રેલીમાં પહોંચ્યા હતા. રેલીને સંબોધતાં તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં હવે કોઇ રમખાણો થતા નથી. સુરક્ષાને કોઇ ખતરો નથી. દીકરીઓ, વેપારીઓ, તમામ નાગરિક સુરક્ષિત અનુભવે છે. વીતેલા 10 વર્ષમાં વડાપ્રધાન મોદીના નેતૃતવમાં દેશહિતમાં થયેલા કાર્યોએ વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડયો છે. તેમણે કહ્યું કે અન્નદાતા ખેડૂતો સરકારના એજન્ડામાં છે. ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપીને અન્નદાતાનું જ સન્માન થયું છે. વર્ષ 2014 પહેલાં ભારત વિષે લોકો હસતા હતા. હવે દરેક ક્ષેત્રે ભારતની પ્રશંસા થઇ રહી છે. તેમણે કહ્યું કે ધ ગાર્જિયન ન્યૂઝમાં સમાચાર છપાયા છે. પાકિસ્તાનની અંદર બે વર્ષ પહેલાં 20 આતંકવાદી માર્યા ગયાના અહેવાલ છે. આ સમાચારનો સ્ત્રોત ખબર નથી પરંતુ ભારત આતંકવાદ પ્રતિ ઝીરો ટોલરન્સ નીતિ ધરાવે છે તે વાત નક્કી છે.

શેરડી ખરીદીની ચુકવણી સમયસર થઇ રહી છે : યોગી

મુખ્યપ્રધાન યોગીએ કહ્યું હતું કે ખેડૂતો પહેલાં શેરડી કારખાનાને આપી દેતા હતા, પરંતુ તેમને ચુકવણી નહોતી થતી. ખેડૂતને વ્યાજે નાણાં લાવવા પડતા હતા. હવે ચુકવણી સમયસર ના થાય તો ખાંડ મિલો સામે પગલાં લેવામાં આવે છે. તેમણે કહ્યું કે મોદીએ વિકસિત ભારતનું સપનું સાકાર કરવાનો સંકલ્પ લીધો છે. ઉત્તરપ્રદેશ હવે 80 મોતીઓની જીતનો હાર વડાપ્રધાન મોદીના ગળામાં નાખશે.


  • Follow us on: