• કૂકી સમુદાયના બે મંત્રી અને 8 ધારાસભ્યો ગેરહાજર રહ્યા

  • ગૃહમાં કોંગ્રેસના સભ્યોએ ભારે હંગામો મચાવ્યો : કાળા ઝંડા લહેરાવ્યા
  • મૈતી સમુદાય વચ્ચે અનામતનાં મુદ્દે હિંસા ફાટી નીકળી છે

મણિપુરમાં 3 મેથી કૂકી અને મૈતી સમુદાય વચ્ચે અનામતનાં મુદ્દે હિંસા ફાટી નીકળી છે. 120 દિવસથી અવિરત ચાલી રહેલી હિંસામાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. હજારો મકાનો તેમજ જાહેર માલમિલકતને આગ ચાંપીને ભારે નુકસાન થયું છે. હિંસાનાં ભારેલા અગ્નિ વચ્ચે રાજ્ય સરકારની માંગણીને ધ્યાનમાં લઈને મંગળવારે એક દિવસ માટે વિધાનસભાનું ખાસ સત્ર યોજવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવા તંદુરસ્ત ચર્ચા થશે તેવી આશા હતી. જો કે કોંગ્રેસ તેમજ અન્ય પક્ષોનાં ધારાસભ્યોએ હંગામો મચાવતા ભારે શોરબકોર વચ્ચે કોઈપણ કામગીરી હાથ ધર્યા વિના વિધાનસભાને અનિિૃત કાળ સુધી મુલતવી રાખવાની ફરજ પડી છે. વિપક્ષી હોબાળા વચ્ચે રાજ્યમાં હિંસામાં માર્યા ગયેલા લોકોને શ્રાદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરાયો હતો.

કોંગ્રેસે સત્ર પાંચ દિવસ યોજવા માગણી કરી

કોંગ્રેસનાં ધારાસભ્યોએ ગૃહની બેઠક શરૂ થતા જ સત્ર પાંચ દિવસ માટે યોજવાની માગણી કરી શોરબકોર સાથે કાળા ઝંડા લહેરાવવામાં આવ્યા હતા. પૂર્વ સીએમ ઓંનેકરામ ઈબોબી સિંહનાં વડપણ હેઠળ વિપક્ષે માગણી કરી હતી કે રાજ્યની હાલત પર ચર્ચા કરવા એક દિવસ પૂરતો નથી તેથી સત્રની મુદત લંબાવવામાં આવે.

બે પ્રધાનો અને 10 ધારાસભ્યો ગેરહાજર

બે પ્રધાનો તેમજ 10 ધારાસભ્યોએ સુરક્ષાનાં કારણે સત્રમાં સામેલ થવાનો ઈનકાર કર્યો હતો. મણિપુર કોંગ્રેસે સત્રને ગેરબંધારણીય ગણાવ્યું હતું અને કોંગ્રેસ ભવનમાં કાળા ઝંડા લહેરાવ્યા હતા. વિધાનસભા સત્રનો વિરોધ કરનાર તમામ આદિવાસી કૂકી સમુદાયનાં હતા.


  • Follow us on: