નવરાત્રિને હવે ગણતરીના દિવસોની વાર છે. આમ તો ગણેશોત્સવ આવે એટલે દેશમાં તહેવારની શરૂઆત થઇ ગઇ ગણાય. ત્યારે હવે દુર્ગા પૂજા, દિવાળી, છઠ પૂજા જેવા તહેવારો આવી રહ્યા છે. જેને લઇને રેલવે મંત્રી દ્વારા યાત્રીઓને અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કારણ કે તહેવારના સમયે રજા હોવાથી લોકો પોતાના ઘરે જાય છે. ઘર પરિવાર સાથે તહેવારની ઉજવણી કરે છે આવામાં રેલવે સ્ટેશન પણ ઘણી ભીડ જોવા મળે છે. પરંતુ તહેવારની સિઝનને ધ્યાને રાખીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી છે.
રેલવે મુસાફરોને આપી ભેટ













