• EDની ટીમ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે ધામા
  • દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ પર રોકની અરજી ફગાવી હતી
  • કેજરીવાલના ઘરની આસપાસ 144 કલમ લાગૂં કરાઇ

EDની ટીમ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી અને સીએમની પૂછપરછ શરૂ કરી દીધી છે.આ પહેલા દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટીમ સર્ચ વોરંટ લઈને પહોંચી છે. તે બંગલો પણ શોધી શકે છે. મંત્રી સૌરભ ભારદ્વાજનું કહેવું છે કે આ સીએમની ધરપકડની તૈયારી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીની લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ છે. ટીમે સીએમ કેજરીવાલનો ફોન જપ્ત કર્યો છે.

સુત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, અરવિંદ કેજરીવાલની ધરપકડના ભય વચ્ચે વિધાનસભા અધ્યક્ષનું મોટું નિવેદન આવ્યું છે. તેમનું કહેવું છે કે સીએમ અરવિંદ કેજરીવાલ ધરપકડ છતાં CM પદ પરથી રાજીનામું નહીં આપે. બીજી તરફ EDની ટીમ છેલ્લા એક કલાકથી લિકર કૌભાંડ મામલે સતત પૂછપરછ કરી રહી છે. આમ આદમી પાર્ટીએ કર્યો છે કે, EDની ટીમ CM અરવિંદ કેજરીવાલને ED ઓફિસ લઈ જઈ રહી છે.

અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે, કેજરીવાલ EDના સવાલોના સ્પષ્ટ જવાબ નથી આપી રહ્યા. એવું માનવામાં આવે છે કે EDની ટીમ તેને કસ્ટડીમાં લઈ શકે છે. અગાઉ, EDની ટીમે કેજરીવાલના તમામ ગેજેટ્સનો ડેટા ડમ્પ કર્યો હતો. EDએ તેનો ફોન જપ્ત કરી લીધો છે.

SCમાં CM અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી

સુપ્રીમ કોર્ટ મોડી રાત્રે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરી શકે છે, આમ આદમી પાર્ટીની લીગલ ટીમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે EDની ટીમ કેજરીવાલ સાથે હેડક્વાર્ટર જઈ રહી છે.

CM કેજરીવાલ કેવી રીતે ફસાયા?

EDએ ગયા વર્ષે 2 નવેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું. આ સમન્સ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જારી કરવામાં આવ્યું છે. ED દ્વારા જારી કરવામાં આવેલી ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે જ્યારે એક્સાઇઝ પોલિસી 2021-2022 તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે કેજરીવાલ આરોપીઓના સંપર્કમાં હતા. EDએ દાવો કર્યો છે કે આ કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાના એકાઉન્ટન્ટ બુચી બાબુનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. બુચી બાબુએ નિવેદન આપ્યું છે કે કવિતા, કેજરીવાલ અને મનીષ સિસોદિયા વચ્ચેના સંબંધોને લઈને પહેલાથી જ વાત થઈ હતી. આટલું જ નહીં, કવિતા માર્ચ 2021માં આ અંગે વિજય નાયરને પણ મળી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા દિનેશ અરોરાએ EDને જણાવ્યું હતું કે તેઓ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. તેમણે જણાવ્યું કે YSR કોંગ્રેસના સાંસદ મંગુતા શ્રીનિવાસુલુ રેડ્ડી અને કેજરીવાલ વચ્ચે ઘણી બેઠકો પણ થઈ હતી. આ પછી જ સીએમ કેજરીવાલે દિલ્હીના દારૂના ધંધામાં રેડ્ડીની એન્ટ્રીનું સ્વાગત કર્યું.

  • Follow us on: