• આ મામલે સમાજમાં ફાંટા ન પડવા જોઇએ
  • જાતીય મતગણતરી સમાજની એકતા અને અખંડતાને તોડી નાંખશે
  • તેનાથી સમાજની એકતા અને અખંડિતતા જોખમાય છે

RSSએ બહુચર્ચીત એવા જાતિય વસ્તી ગણતરી મુદ્દાને લઇને પ્રતિક્રિયા આપી છે. જાતિય વસ્તી ગણતરી સંવેદનશીલ મુદ્દો, તેનો ચૂંટણી હેતુ માટે ઉપયોગ ન થવો જોઈએ'. સંગઠનનું કહેવુ છે કે સમાજમાં એકતા અને અખંડીતતા જળવાઇ રહે તે જરૂરી છે. આ મામલે સમાજમાં ફાંટા ન પડવા જોઇએ. મહિલા સુરક્ષાને લઇને પણ RSSનુ કહેવુ છે કે મહિલા સુરક્ષા પર ખાસ વ્યવસ્થા થવી જોઇએ. જેનાથી હાલના અલગ અલગ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો.

RSSએ શું કહ્યુ ?

RSSએ જાતિય વસ્તી ગણતરીને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. RSSએ આ સંવેદનશીલ મામલે કહ્યુ કે જાતીય મતગણતરી સમાજની એકતા અને અખંડતાને તોડી નાંખશે. સંગઠને નિર્ણય કર્યો છે કે માસ લેવલે સમરસતાને વધારી શકાય તે માટે કાર્ય કરવામાં આવશે.

જાતિની વસ્તી ગણતરી સંવેદનશીલ વિષય: RSS

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કહ્યું, 'જાતિની વસ્તી ગણતરી એક સંવેદનશીલ વિષય છે. તેનાથી સમાજની એકતા અને અખંડિતતા જોખમાય છે. આ અંગે પંચ પરિવર્તનમાં ચર્ચા કરવામાં આવી છે. અમે સામૂહિક સ્તરે સંવાદિતા પર કામ કરીશું. જાતિ આધારિત પ્રતિક્રિયાઓ આપણા સમાજમાં એક સંવેદનશીલ મુદ્દો છે અને રાષ્ટ્રીય એકીકરણ માટે મહત્વપૂર્ણ છે, પરંતુ જાતિની વસ્તી ગણતરીનો ઉપયોગ પ્રચાર અને ચૂંટણી હેતુઓ માટે થવો જોઈએ નહીં. પરંતુ કલ્યાણ હેતુ માટે અને ખાસ કરીને દલિત સમુદાયની સંખ્યા જાણવા માટે સરકાર તેમની સંખ્યા ગણી શકે છે.

દલિત સમાજની સંખ્યા જાણવા માટે ગણતરી કરી શકાય છે

આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું હતું કે જાતિની પ્રતિક્રિયાઓ આપણા સમાજમાં એક સંવેદનશીલ મુદ્દો છે અને તે રાષ્ટ્રીય એકતા માટે મહત્વપૂર્ણ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જાતિ ગણતરીનો ઉપયોગ ચૂંટણી પ્રચાર અને ચૂંટણીલક્ષી હેતુઓ માટે થવો જોઈએ નહીં. જો કે, કલ્યાણ હેતુઓ માટે અને ખાસ કરીને દલિત સમુદાયની સંખ્યા જાણવા માટે, સરકારને તેમની સંખ્યા ગણવાનો અધિકાર છે.

  • Follow us on: