અમદાવાદ બાદ મુંબઈમાં શિક્ષક ભાન ભૂલ્યો હોવાનું સામે આવ્યુ છે. વિદ્યાર્થીએ શર્ટ ઈન ન કરતા શિક્ષકે માર માર્યો. કોમ્પ્યુટર ક્લાસ દરમિયાન શિક્ષકે માર માર્યો હોવાનું સામે આવ્યુ છે. શિક્ષકે 11 વર્ષના વિદ્યાર્થીને બેરહેમી પૂર્વક માર મારતા વિદ્યાર્થીના કાન અને નાકમાંથી લોહી વહેવા લાગ્યુ હતું. ઘટનાને પગલે સ્વારગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.


ઇન ન કરતા માર્યો માર 

આ કોમ્પ્યુટર વિષયનો શિક્ષક છે. તેનું નામ સંદેશ ભોસલે છે. ધોરણ 6ના કોમ્પ્યુટર વિષયનો ક્લાસ ચાલી રહ્યો હતો. તે દરમિયાન શિક્ષકે જોયુ તો વિદ્યાર્થીએ યુનિફોર્મનો શર્ટ ઇન કર્યો ન હતો. બસ આટલુ જોઇને જ શિક્ષક ગુસ્સે થઇ ગયો અને વિદ્યાર્થીને દે ધનાધન માર મારવા લાગ્યો. આટલી કૂમળી વયનો બાળક શિક્ષકે માર મારતા લોહી લુહાણ થઇ ગયો. તેના કાન અને નાકમાંથી લોહી વહેલા લાગ્યુ હતું.

વિદ્યાર્થીએ આખી ઘટનાની જાણ પરિવારને કરતા સ્વારગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ઘટનાને પગલે રોષે ભરાયેલા વાલીઓ તથા MNSના કાર્યકરોએ શિક્ષકને બરાબરનો મેથીપાક ચખાડ્યો. રોષ એટલો બધો હતો કે વાલીઓ તો પોલીસની સામે જ શિક્ષક પર વરસી પડ્યા. સમગ્ર ઘટનાને પગલે શિક્ષકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


અમદાવાદમાં પણ બન્યો હતો બનાવ

થોડા દિવસ પહેલા અમદાવાદના વટવામાં આવી જ ઘટના બની હતી. માધવ પબ્લિક સ્કૂલમાં એક વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો હોવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. જેમાં ઘટનાની જાણ થતાં DEOએ માધવ પબ્લિક સ્કૂલને નોટિસ આપીને આ વીડિયો અંગે ખુલાસો માગ્યો હતો.મળતી માહિતી અનુસાર, માધવ પબ્લિક સ્કૂલના આ શિક્ષકને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મહત્વનું કહી શકાય કે આ ઘટના 24 સપ્ટેમ્બરે બની હતી જેની 28 સપ્ટેમ્બરના રોજ શિક્ષક વિરુદ્ધ વટવા પોલીસે ફરિયાદ નોંધી હતી. સ્કૂલ દ્વારા શિક્ષકને કરવામાં સસ્પેન્ડ આવ્યા છે અને સ્કૂલના પ્રિન્સિપાલને પણ અયોગ્ય કામગીરી બદલ સસ્પેન્ડ કરાયા છે.


  • Follow us on: