• એક વિદ્યાર્થીએ ઓનલાઈન ઓર્ડર કર્યું હતું 362નું ફૂડ
  • Zomato પર વિદ્યાર્થીએ કેસ કરી માંગ્યું 1.5 લાખનું વળતર
  • હવે Zomatoએ લૉ સ્ટુડન્ટને આપવું પડશે રૂ.8,362નું વળતર

આજકાલ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે તમે પણ આ રીતે Zomato પરથી જમવાનું મંગાવ્યું હસે. પરંતુ, ઘણીવાર ગ્રાહકોએ પરેશાનીનો સામનો પણ કરવો પડતો હોય છે. જેમ કે સમયસર ઓર્ડર ડીલીવર ન થવો, ફૂડની ખરાબ ક્વોલિટી... અથવા તો કલાકનો રાહ જોયા પછી ઓર્ડર કેન્સલ થઇ જવો. આ બધાથી કંટાળીને ગ્રાહકો ફરિયાદ કરતા હોય છે. તો તેમને અમાઉન્ટ રીફંડ કરી દેવામાં આવે છે અથવા તો કેશબેક કુપન આપી દેવામાં આવે છે. પરંતુ, કેરળથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં 362 રૂપિયાનો ઓર્ડર ડીલીવર ન કરતા કંપનીએ ગ્રાહકને 8,362 રૂપિયાનું વળતર આપવું પડ્યું છે.


કેરળના એક લૉ સ્ટુડન્ટે મંગાવ્યું હતું 362 રૂપિયાનું ફૂડ

મીડિયા અહેવાલ મુજબ, જ્યારે કંપનીએ 362 રૂપિયાનું ફૂડ ઓર્ડર ડિલિવર ન કર્યું તો એક લૉ સ્ટુડન્ટે Zomato પર કેસ કરી દીધો. વિદ્યાર્થીએ જણાવ્યું કે Zomato કંપનીએ રિફંડ નહોતું આપ્યું. અરુણ જી કૃષ્ણન નામનો આ વિદ્યાર્થી ‘લૉ ફેકલ્ટી’માં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે જેને Zomato સામે ફરિયાદ દાખલ કરી હતી. કોલ્લમના જીલ્લા ગ્રાહક નિવારણ આયોગે જણાવ્યું હતું કે ફરિયાદી વ્યાજ સાથે 362 રૂપિયા પરત મેળવવા માટે હકદાર છે. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે કૃષ્ણનને થયેલી માનસિક પીડાના વળતર તરીકે 5,000 અને કાર્યવાહી ખર્ચના 3,000 રૂપિયા આપવામાં આવે.


વિદ્યાર્થીએ માંગ્યું હતું દોઢ લાખ રૂપિયાનું વળતર

તો, Zomato તરફથી કહેવામાં આવ્યું છે કે કૃષ્ણન પોતાના ફૂડની ડિલીવરી લેવા માટે હાજર નહોતો. ત્યારબાદ, ડીલીવરી બોયએ દાવો કર્યો કે કૃષ્ણનના એડ્રેસમાં કોઈ સમસ્યા હતી જેથી કંપની દ્વારા તેમને Zomato એપ પર પોતાનો એડ્રેસ સુધારવા કહેવામાં આવ્યું હતું. પરંતુ, કૃષ્ણને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે રેસ્ટોરન્ટના માલિક સાથે વાત કરી હતી જેમણે કહ્યું હતું કે Zomato વ્યસ્ત સમયમાં અને વરસાદની સિજનમાં આ જ રીતે અનુચિત વ્યવહાર કરે છે. એટલે કૃષ્ણને રિફંડ અમાઉન્ટ અને 1.5 લાખ રૂપિયાના વળતરની સાથે સાથે 10 હજાર રૂપિયા કોર્ટ કાર્યવાહી ખર્ચની માંગ કરી હતી. તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ ડોક્યુમેન્ટ્સની તપાસ કર્યા બાદ, કોલ્લમ જીલ્લા કોર્ટે Zomatoને કૃષ્ણનને કુલ 8,362 રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે.


  • Follow us on: