• ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા તમામ 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કઢાયા 
  • 17 દિવસથી ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશનને આજે મળી સફળતા 
  • તમારી હિંમત અને ધૈર્ય દરેકને પ્રેરણા આપે છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 

છેલ્લા કેટલાય દિવસોથી જે ક્ષણની આખો દેશ રાહ જોઈ રહ્યો હતો તે આખરે આવી ગઈ છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા તમામ 41 શ્રમિકોને 17 દિવસની ભારે જહેમત બાર સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 17 દિવસ સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશનને આજે મોટી સફળતા મળી છે. ટનલની અંદર ફસાયેલા તમામ 41 શ્રમિકોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે. આ સફળતાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામને અભિનંદન પાઠવ્યા છે. 

પીએમ મોદી કર્યું ટ્વિટ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે ઉત્તરકાશીમાં આપણાં શ્રમિક ભાઈઓના રેસ્ક્યૂ ઓપરેશનની સફળતા કોઈપણને અત્યંત ભાવુક કરી દે તેવી છે. ટનલમાં જે શ્રમિક મિત્રો ફસાયેલા હતા તેમને હું કહેવા માંગુ છું કે તમારી હિંમત અને ધૈર્ય દરેકને પ્રેરણા આપે છે. હું તમને બધાને સારા અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું.

આ અત્યંત જ સંતોષજનક વાત છે કે લાંબી રાહ જોયા બાદ હવે આપણાં મિત્રો તેમના પ્રિયજનોને મળશે. આ પડકારજનક સમયમાં આ તમામ પરિવારોએ જે ધીરજ અને હિંમત દાખવી છે તેના જેટલા વખાણ કરવામાં આવે તો ઓછી છે.

પીએમ મોદીએ વધુમાં લખ્યું છે કે હું આ રેસ્ક્યૂ ઓપરેશન સાથે સંકળાયેલ તમામ લોકોના જુસ્સાને સલામ કરું છું. તેમની બહાદુરી અને સંકલ્પ શક્તિએ આપણાં તમામ શ્રમિક ભાઈને નવજીવન આપ્યું છે. આ મિશનમાં સામેલ તમામ લોકોએ માનવતા અને ટીમ વર્કનું એક અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે.


  • Follow us on: