- એકવાર આ ઇન્જેક્શન લીધા પછી 13 વર્ષ સુધી પિતા નહીં બની શકે
- ઇન્જેક્શન કોઈ પણ પ્રકારની ગંભીર આડઅસર વિના ઘણું કારગત
- નવી દિલ્હી, ઉધમપુર, લુધિયાણા, જયપુર અને ખડગપુરમાં ટ્રાયલ હાથ ધરાઈ
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR) પુરુષો માટેના ગર્ભનિરોધક ઇન્જેક્શનની સફળ ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરી લીધી છે. ટ્રાયલથી જાણવા મળ્યું છે કે આ ઇન્જેક્શન કોઈ પણ પ્રકારની ગંભીર આડઅસર વિના ઘણું કારગત છે. પાછલા 7 વર્ષ દરમિયાન હાથ ધરાયેલી ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલના પરિણામ ગયા મહિને એન્ડ્રોલોજી ઓપન એક્સેસ જર્નલમાં પ્રકાશિત થયા હતા. ટ્રાયલમાં 25થી 40 વર્ષની ઉંમરના 303 તંદુરસ્ત પરિણીત પુરુષો જોડાયા હતા. આ લોકોને 60 મિલીગ્રામનું ઇન્જેક્શન અપાયું હતું. નવી દિલ્હી, ઉધમપુર, લુધિયાણા, જયપુર અને ખડગપુરમાં ટ્રાયલ હાથ ધરાઈ હતી. આ ગર્ભનિરોધક ઇન્જેક્શન લેનારા પુરુષે 13 વર્ષ સુધી અન્ય ગર્ભનિરોધકોનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. મતલબ કે તે એકવાર આ ઇન્જેક્શન લીધા પછી 13 વર્ષ સુધી પિતા નહીં બની શકે. આ ગર્ભનિરોધક ઇન્જેક્શનની સફળ ટ્રાયલથી મહિલાઓને ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાથી મુક્તિ મળશે.
ગર્ભનિરોધક ઇન્જેક્શનનું નામ છે RISUG










