• પુરીના દરિયા કિનારે પ્રાર્થના સંદેશની સાથે માં દુર્ગાની રેતની પ્રતિમા બનાવી

  • રોકેટ ક્રૂ મોડ્યુલને લઈને અવકાશમાં જશે અને બંગાળની ખાડીમાં ઉતરશે
  • ગગનયાન મિશનનો ઉદ્દેશ્ય માનવને 400 કિલોમીટરની ઉંચાઈએ લઈ જવાનો

જાણીતા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઓડિશાના પુરીમાં ગગનયાનની સફળતા માટે માં દુર્ગાની રેતની પ્રતિમા બનાવીને ઇસરોને શુભેચ્છા પાઠવી છે.

પ્રસિદ્ધ સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પુરીના દરિયા કિનારે ગગનયાનની સફળતા માટે પ્રાર્થના સંદેશની સાથે માં દુર્ગાની રેતની પ્રતિમા બનાવી છે. ગગનયાન માનવને અંતરીક્ષમાં મોકલવાનું ભારતનું એક સાહસિક અને મહત્વાકાંક્ષી મિશન છે. ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન ગગનયાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે 21 ઓક્ટોબરે સવારે લોન્ચ કરવામાં આવનાર હતો. અમુક ટેકનિકલ ખરાબીઓને કારણે 8 વાગે લોન્ચ થનાર મિશન છેવટે 10 વાગે લોન્ચ કરવામાં આવ્યું હતું.

[[$googlead]]

જણાવી દઈએ કે આજે ભારતે અંતરીક્ષની દુનિયામાં વધુ એક ઇતિહાસ રચી દીધો છે. આ પહેલીવાર બની રહ્યું છે જ્યારે આપણું સ્પેસક્રાફ્ટ ગગનયાન પણ અવકાશની સફર કરશે. આ મિશનનો ઉદ્દેશ્ય અંતરીક્ષમાં માનવને મોકલવાનો અને તેને સુરક્ષિત પરત લાવવાનો છે.

[[$alsoread]]

અનેક અવરોધો અને પડકારોને પાર કરીને ઈસરોએ ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ શરૂ કરીને ઈતિહાસ રચ્યો છે. ઈસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી ગગનયાનના ક્રૂ મોડ્યુલને લોન્ચ કર્યું હતું. તેને ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 અને ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાયન્ટ (ટીવી-ડી1) પણ કહેવામાં આવે છે. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે અગાઉ આ મિશનને ટેકનિકલ કારણોસર રોકી દેવામાં આવ્યું હતું. આજે પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ 7.30 વાગ્યે શરૂ થવાની હતી પરંતુ ખરાબ હવામાનને કારણે બે વખત સમય બદલવામાં આવ્યો હતો. ત્યારપછી તેને 8 વાગે લોન્ચ કરવાનું હતું પરંતુ ખરાબ હવામાનને કારણે તેનો સમય ફરીથી બદલીને 8.45 કરવામાં આવ્યો હતો અને અંતે લોન્ચિંગ મુલતવી રાખવું પડ્યું હતું અને ત્યારબાદ તેને 10 વાગે લોન્ચ કરવામાં આવ્યુ છે

ગગનયાન મિશનની પહેલી ટેસ્ટ ફ્લાઈટનું લોન્ચિંગ

ટેસ્ટ વ્હીકલ અબોર્ટ મિશન - 1 પોતાની સાથે અવકાશયાત્રી માટે બનાવવામાં આવેલ ક્રૂ મોડ્યુલ લઈ ગયું. રોકેટ ક્રૂ મોડ્યુલને લઈને સાડા સોળ કિલોમીટર સુધી જશે અને પછી બંગાળની ખાડીમાં ઉતરશે. અગાઉ શનિવારે, પરીક્ષણ મિશન સવારે 8 વાગ્યે શરૂ થવાનું હતું પરંતુ કમનસીબે તેને 8.45 વાગ્યે ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યું હતું. પરંતુ લોન્ચિંગ પહેલા એન્જિન યોગ્ય રીતે કામ કરી શક્યા ન હતા જેના કારણે લોન્ચિંગ મોકૂફ રાખવામાં આવ્યું હતું.

આ મિશનનું લક્ષ્ય છે

ગગનયાન મિશનનો ઉદ્દેશ્ય 2025માં ત્રણ દિવસના મિશનમાં 400 કિલોમીટરની ઉંચાઈએ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં માનવોને મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો છે. ભારતીય અવકાશયાત્રીઓ એટલે કે ગગનૌટ્સ ક્રૂ મોડ્યુલની અંદર બેસીને 400 કિલોમીટરની ઉંચાઈએ ઓછી ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ ફરશે. ISRO તેના ટેસ્ટ વ્હીકલ - ડેમોન્સ્ટ્રેશન (TV-D1), સિંગલ સ્ટેજ લિક્વિડ પ્રોપલ્શન રોકેટના સફળ પ્રક્ષેપણનો પ્રયાસ કરશે. ક્રૂ મોડ્યુલ સાથેનું આ પરીક્ષણ વાહન મિશન એકંદર ગગનયાન કાર્યક્રમ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

'ક્રુ મોડ્યુલ' એ રોકેટમાં પેલોડ છે, અને તે પૃથ્વી જેવા વાતાવરણ સાથે અવકાશમાં અવકાશયાત્રીઓ માટે રહેવા યોગ્ય જગ્યા છે. તેમાં દબાણયુક્ત મેટાલિક 'આંતરિક માળખું' અને 'થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ્સ' સાથેનું દબાણ વિનાનું 'બાહ્ય માળખું' હોય છે. શનિવારે પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન, 'ક્રુ મોડ્યુલ'માં વિવિધ પ્રણાલીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે ડેટા મેળવવામાં આવશે જે વૈજ્ઞાનિકોને વાહનના પ્રદર્શન વિશે માહિતી મેળવવામાં મદદ કરશે.


  • Follow us on: