- મિત્રો મળવા આવતા આ દુઃખદ ઘટનાની જાણ થઈ
- ફોરીદને બપોરે ચાર કલાકે ઘર પાસે રમતા બાળકોએ જોયો હતો
- સોમવારે મોડી સાંજે તેણે આ મકાનમાં ફાંસી લગાવી લીધી હતી
કોટામાં કોચિંગ સ્ટુડન્ટ્સ દ્વારા આત્મહત્યા કરવાની ઘટનાઓ પાછલા કેટલાક દિવસોથી અટકી ગઈ હતી પણ હવે ફરી એક નવો કેસ નોંધાયો છે. કોટામાં નીટની તૈયારી કરી રહેલાં પશ્ચિમ બંગાળના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર છે. પશ્ચિમ બંગાળનો ફોરીદ હુસૈન કોટામાં વકફનગરમાં ભાડાનું ઘર લઈને નીટની તૈયારી કરી રહ્યો હતો. સોમવારે મોડી સાંજે તેણે આ મકાનમાં ફાંસી લગાવી લીધી હતી. લોકોને જાણ થતાં તેમણે તેને ફાંસીના ફંદામાંથી કાઢીને તત્કાળ હોસ્પિટલ પહોંચાડયો હતો પણ ડોક્ટરોએ ચેક કરીને તેને મૃત જાહેર કર્યો હતો. શબને તે પછી એમબીએસ હોસ્પિટલની મોર્ચરીમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું. પોલીસ આત્મહત્યાના કારણોની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં 28 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે, જે પાછલા વર્ષોની તુલનાએ ડરામણા આંકડા છે.
ફોરીદને બપોરે ચાર કલાકે ઘર પાસે રમતા બાળકોએ જોયો હતો. તે પછી તે ઘરમાંથી બહાર આવ્યો ન હતો. સાંજે સાત કલાકે તેના મિત્રો તેને મળવા આવ્યા હતાં. તેમણે દરવાજો ખખડાવ્યો હતો પણ ફોરીદે જવાબ નહીં આપતાં તેમણે મકાન માલિકને જાણ કરી હતી.










