સમગ્ર દુનિયા જે ક્ષણની આતુરતાથી રાહ જોતી હતી તે ઇતિહાસમાં અમર થનારી ક્ષણ આવી. 9 મહિનાની રાહ પછી સુનિતા વિલિયમ્સ પરત ફરતા ખુશીની લહેર છવાઇ હતી. અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ, બૂચ વિલ્મોર, નાસાના નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાંડર ગોર્બુનોવ નવ મહિનાના લાંબા મિશન પછી સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા ફર્યા છે. સ્પેસએક્સના ડ્રેગન સ્પેસક્રાફ્ટે તેમને ફ્લોરિડાના કિનારે સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું.


અવકાશયાત્રીઓને એક અનોખો અને અણધાર્યો અનુભવ 

પૃથ્વી પર પાછા ફર્યા પછી, અવકાશયાત્રીઓને એક અનોખો અને અણધાર્યો અનુભવ થયો. ડ્રેગન કેપ્સ્યુલ સમુદ્રમાં ઉતરતાની સાથે જ ડોલ્ફિનોએ તેમનું સ્વાગત કર્યું. આ ડોલ્ફિન કેપ્સ્યુલની આસપાસ સ્વિમિંગ કરતી જોવા મળી હતી, જે ક્ષણને લગભગ જાદુઈ બનાવે છે. આ દરમિયાન, નાસાએ પણ મિશનની સફળતા અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.

નાસાએ નિવેદન જાહેર કર્યું છે

નાસાએ એક સત્તાવાર નિવેદન બહાર પાડીને અવકાશયાત્રીઓના સુરક્ષિત વાપસીની પુષ્ટિ કરી છે. નાસાએ પોતાના નિવેદનમાં કહ્યું, 'અમને અમારી ટીમ પર ગર્વ છે. સફળ ઉતરાણથી સમગ્ર ટીમ ખુશ છે. અમારું મિશન સંપૂર્ણપણે સફળ રહ્યું. બધું પ્લાન મુજબ થયું છે. મિશન માટે SPCAE X નો આભાર. નાસાએ કહ્યું કે તમામ અવકાશયાત્રીઓ સ્વસ્થ છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. દરિયામાંથી બહાર કાઢવાની પ્રક્રિયાની પ્રશંસા કરતા, નાસાએ કોસ્ટ ગાર્ડ ટીમના ઉત્કૃષ્ટ કાર્યની પ્રશંસા કરી.

સ્પેસએક્સના માલિક એલોન મસ્કએ પણ સફળ ઉતરવા બદલ અભિનંદન પાઠવ્યા 

સ્પેસએક્સના માલિક એલોન મસ્કએ પણ સફળ ઉતરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે સ્પેસએક્સ અને નાસાની ટીમોએ વધુ એક સફળ મિશન પૂર્ણ કર્યું છે. આ માટે તેમણે બધાને અભિનંદન આપ્યા અને આ મિશનને પ્રાથમિકતા આપવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો.

  • Follow us on: