નવા કાયદા સ્નાતકો માટે હવે 3 વર્ષનો કાનૂની અનુભવ દેશની વડી અદાલતે ફરજિયાત બનાવ્યો છે. ન્યાયિક સેવા પરીક્ષામાં બેસવા માટે આ અનુભવ મેળવવો પડશે. સિવિલ જજ કેડરમાં પ્રવેશ માટે 3 વર્ષનો કાનૂની અભ્યાસ ફરજિયાત છે કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નવી ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ ન્યાયિક સેવા પરીક્ષામાં બેસી શકશે નહીં. તેમના માટે ઓછામાં ઓછા 3 વર્ષનો કાનૂની અભ્યાસ જરૂરી છે. આ નિર્ણયથી દેશભરના હજારો કાયદા સ્નાતકોને અસર થઈ છે.
કેસની સુનાવણી કરતી વખતે, ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું હતું કે અમે વિચારણા માટે 8 મુદ્દાઓ નક્કી કર્યા છે. સૌ પ્રથમ મુદ્દો અનામત માટેનો ૧૦ ટકા ક્વોટા ૨૦૨૨ના નિર્ણયમાં મૂળ ભલામણ કરાયેલા ૨૫ ટકા પર પુનઃસ્થાપિત થવો જોઈએ. બીજું, પરીક્ષા માટે લઘુત્તમ લાયકાત 3 વર્ષની સેવા છે. ત્રીજા અને ચોથા મુદ્દામાં સિવિલ જજ માટે મેરીટરીયસ ઉમેદવારો માટે ક્વોટા - સિવિલ જજ (જુનિયર ડિવિઝન)ના પદ પર બઢતી માટે 10 ટકા હોવા જોઈએ. આ ઉપરાંત, તેમણે પાંચમા મુદ્દાનો ઉલ્લેખ કર્યો કે યોગ્યતા પરીક્ષણ, કોઈ સરળ સૂત્ર બનાવી શકાતું નથી. વિવિધ પરિબળો ધ્યાનમાં લેવા યોગ્ય છે. છઠ્ઠું, સિવિલ જજની પરીક્ષામાં બેસવા માટે ઓછામાં ઓછા વર્ષોના પ્રેક્ટિસની જરૂરિયાત પુનઃસ્થાપિત કરવામાં આવી છે અને તેની ગણતરી નોંધણીની તારીખથી કરાશે.










