- ઝુબૈર વિરુદ્ધ રચાયેલ ઉત્તર પ્રદેશની SITને પણ ભંગ કરવામાં આવી છે
- ઝુબૈર સામેના તમામ કેસોની તપાસ દિલ્હી પોલીસ કરશે
- સુપ્રીમ કોર્ટે 6 FIR રદ કરવાનો ઇનકાર કરી દીધો
ઓલ્ટ ન્યૂઝના સંસ્થાપક અને ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબૈરને સુપ્રીમ કોર્ટમાંથી ઉત્તર પ્રદેશના તમામ કેસમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે ઝુબૈર વિરુદ્ધની તમામ FIR દિલ્હી પોલીસને ટ્રાન્સફર કરી દીધી છે. તેમજ , ઝુબૈર વિરુદ્ધ રચાયેલી ઉત્તર પ્રદેશની SITને પણ વિખેરી નાખવામાં આવી છે. કોર્ટના આદેશ મુજબ, ઝુબૈર જો આ કેસમાં કોઈ નવી FIR નોંધવામાં આવશે તો પણ ઝુબૈરને રક્ષણ મળશે. જો તેઓ ઈચ્છે તો દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને FIR રદ્દ કરવાની માંગ કરી શકે છે.
કોર્ટે કહ્યું છે કે, હવે ઝુબૈર સામેના તમામ કેસોની તપાસ દિલ્હી પોલીસ કરશે અને આ કેસ દિલ્હી હાઈકોર્ટના અધિકારક્ષેત્રમાં રહેશે. જોકે, સુપ્રીમ કોર્ટે 6 FIR રદ કરવાનો ઇનકાર કરી દીધો છે. આ માટે આરોપીને દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરવાનું કહેવામાં આવ્યું છે.










