• સુપ્રિમ કોર્ટે નવા બે જજોની કરી નિયુક્તિ
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નિયુક્તિને આપી મંજૂરી
  • મણિપુરથી સુપ્રિમ કોર્ટમાં જજ બનનાર પ્રથમ વ્યક્તિ એન. કોટિશ્વર સિંહ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટમાં બે નવા જજોની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ એન. કોટીશ્વર સિંહ અને જસ્ટિસ આર મહાદેવનની સુપ્રીમ કોર્ટમાં નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે. જસ્ટિસ જસ્ટિસ એન. કોટીશ્વર સિંહ મણિપુરમાંથી સુપ્રીમ કોર્ટના જજ બનનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે.

કરી હતી ભલામણ
મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્ર સરકારને જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન કોટીશ્વર સિંહ અને મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ આર મહાદેવનને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી હતી.

હાલ 32 જજ છે સુપ્રિમકોર્ટમાં
મુખ્ય ન્યાયાધીશ ડી.વાય ચંદ્રચૂડની અધ્યક્ષતા ધરાવતી કોલેજિયમએ 11 જુલાઇએ આ બંને નામોની ભલામણ કરી હતી. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સહિત 34 જજોના પદોને મંજૂરી આપવામાં આવી છે. આ બંને શપથ ગ્રહણ કર્યા બાદ જજની તમામ જગ્યાઓ ભરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમના અન્ય સભ્યોમાં જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, સૂર્યકાંત અને હૃષિકેશ રાય છે. સુપ્રીમ કોર્ટમાં હાલમાં 32 જજ છે.

મણિપુરના પહેલા જજ કે જેઓ સુપ્રિમમાં પહોંચ્યા
તેમના પિતાનું નામ જસ્ટિસ એન. ઇબોટોમ્બી સિંહ હતું.તેઓ ગુવાહાટી હાઇકોર્ટના પહેલા એડવોકેટ જનરલ હતા. તેમની માતાનું નામ એન. ગોમતી દેવી હતું. ગૌહાટી હાઈકોર્ટમાં જતા પહેલા તેમણે થોડો સમય સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. 2008માં ગૌહાટી હાઈકોર્ટ દ્વારા તેમને વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2011માં જસ્ટિસ સિંહે ગૌહાટી હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે શપથ લીધા હતા અને 2012માં તેમને કાયમી જજ બનાવવામાં આવ્યા હતા.
  • Follow us on: