• ઉત્તર પ્રદેશ બોર્ડ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004'ને લઇને સુનાવણી

  • સુપ્રિમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર લગાવી રોક
  • ઉત્તર પ્રદેશના 17 લાખ મદરેસા વિદ્યાર્થીઓને મોટી રાહત

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના 17 લાખ મદરેસા વિદ્યાર્થીઓને મોટી રાહત આપતા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવી દીધો છે. અલ્હાબાદ હાઈકોર્ટે 22 માર્ચે આપેલા પોતાના આદેશમાં 'યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004'ને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. સુપ્રિમ કોર્ટે કહ્યું કે અલ્હાબાદ હાઇકોર્ટનું કહેવુ છે કે મદરેસા બોર્ડ સંવિધાનના ધર્મનિરપેક્ષ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે તે યોગ્ય નથી.

શું કહ્યું કોર્ટે ?

[[$googlead]]

[[$alsoread]]

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે હાઈકોર્ટમાં પડકારવાની માંગ કરતી અરજીઓ પર કોર્ટે યુપી સરકાર સહિત અન્ય તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે. કોર્ટે કહ્યું કે અમારું માનવું છે કે આ સૂચના પ્રથમ દૃષ્ટિએ યોગ્ય નથી. રાજ્ય સરકાર સહિત તમામ પક્ષકારોએ 30 જૂન, 2024ના રોજ અથવા તે પહેલાં સુપ્રીમ કોર્ટમાં તેમનો જવાબ દાખલ કરવાનો રહેશે. પિટિશન જૂન 2024ના બીજા સપ્તાહમાં અંતિમ નિકાલ માટે લિસ્ટ કરવામાં આવશે. 22 માર્ચ 2024ના હાઈકોર્ટના આદેશ અને નિર્ણય પર સ્ટે રહેશે. મહત્વનું છે કે અલ્હાબાદ હાઈકોર્ટે આ કાયદાને ફગાવી દીધો છે અને આદેશ આપ્યો છે કે વિદ્યાર્થીઓની રાજ્ય દ્વારા બદલી કરવામાં આવશે. તેનાથી તમામ 17 લાખ બાળકોના શિક્ષણના ભાવિ પર અસર થશે.

જાણો શું છે મામલો ?

મહત્વનું છે કે મદરેસા અઝીઝિયા ઈજાજુતુલ ઉલૂમના મેનેજર અંજુમ કાદરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે હાઈકોર્ટની લખનૌ બેંચના નિર્ણયને પડકાર્યો હતો.. તેમણે કહ્યું છે કે હાઈકોર્ટના નિર્ણયને કારણે મદરેસામાં ભણતા લાખો બાળકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઉભા થયા છે. તેથી આ નિર્ણયને તાત્કાલિક અટકાવવો જોઈએ.ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે પોતાનો ચુકાદો આપતાં યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ-2004ને ગેરબંધારણીય જાહેર કર્યો છે. કોર્ટે કહ્યું કે આ કૃત્ય ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. યુપી સરકારને નિર્દેશ આપતા કોર્ટે કહ્યું કે મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓને મૂળભૂત શિક્ષણ પ્રણાલીમાં સામેલ કરવામાં આવે.


શું છે યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ-2004 કાયદો ? 

યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ-2004 એ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પસાર કરાયેલ કાયદો હતો. જે રાજ્યમાં મદરેસાઓની શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે બનાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠ મદરેસાઓએ બોર્ડ તરફથી માન્યતા મેળવવા માટે ચોક્કસ લઘુત્તમ ધોરણોને પૂર્ણ કરવા જરૂરી હતા. બોર્ડે મદરેસાઓને અભ્યાસક્રમ, શિક્ષણ સામગ્રી અને શિક્ષકોની તાલીમ માટે માર્ગદર્શિકા પણ આપી હતી.


યુપીમાં કેટલી છે મદરેસા ?

મહત્વનું છે કે યુપીમાં લગભગ 16 હજાર મદરેસા છે, જેમાં કુલ 13.57 લાખ વિદ્યાર્થીઓ છે. કુલ મદરેસાઓમાંથી, 560 સબસિડીવાળી મદરેસા છે, જ્યાં 9,500 શિક્ષકો કામ કરે છે. યુપીના અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે હાઈકોર્ટના નિર્ણયને મદરસા અઝીઝિયા ઈજાજુતુલ ઉલૂમના મેનેજર અંજુમ કાદરીએ પડકાર્યો છે.


  • Follow us on: