- અગાઉ સુપ્રીમે પતંજલિના સંસ્થાપકોને માફી અંગે કહ્યું હતું
- સુપ્રીમે આઈએમએ અધ્યક્ષને ફટકાર લગાવી
- સુપ્રીમ કોર્ટે આવતા પહેલા તમે જાહેરમાં માફી શા માટે ન માગી?: સુપ્રીમ કોર્ટ
દેશની સૌથી મોટી સુપ્રીમ કોર્ટે મંગળવારે મીડિયા અહેવાલો બાદ આઈએમએના અધ્યક્ષ ડૉ.આવી અશોકનના નિવેદનને લઈ ઠપકો આપ્યો હતો. જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું કે આઈએમએ અધ્યક્ષે એવું કર્યું જે પતંજલિના સંસ્થાપકોએ કર્યું હતું. તેમનું વલણ દુર્ભાગ્યપૂર્ણ છે.
જ્યારે જસ્ટિસ અમાનુલ્લાએ IMA પ્રમુખ ડૉ. અશોકનને ઠપકો આપ્યો ત્યારે તેઓ કોર્ટમાં હાજર હતા. IMA પ્રમુખના ઈન્ટરવ્યૂને લઈને પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. અગાઉ સુપ્રીમ કોર્ટે પતંજલિ ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને ફટકાર લગાવી હતી અને તેમની માફી નકારી કાઢી હતી અને કહ્યું હતું કે અમે કાંઈ આંધળા નથી.
સુપ્રીમે આઈએમએ અધ્યક્ષને ફટકાર લગાવી
મળતી માહિતી અનુસાર, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાની ખંડપીઠે આઈએમએ અધ્યક્ષ ડૉ. અશોકને શરત વગર માફી માગી. પરંતુ પીઠ તેમને વલણથી ખુશ નથી. જસ્ટિસ કોહલીએ કહ્યું કે 'ડૉ. અશોકન, તમારા અનુભવના આધારે, અમે તમારી પાસેથી વધુ જવાબદારીની અપેક્ષા રાખીએ છીએ.'' તે જ સમયે જસ્ટિસ અમાનુલ્લાએ તેમને ઠપકો આપતા કહ્યું કે તમે તે જ કર્યું જે પતંજલિના સ્થાપકોએ કર્યું હતું.
જસ્ટિસ કોહલીની પ્રતિક્રિયા
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કોહલીએ જણાવ્યું કે અશોકનના આચરણ પર પતંજલિની જેમ જ વ્યહાર કરવો પડશે. તેમને આગળ જણાવ્યું કે તમારી માફી માટે એ જ કહેવાનું છે જે અમે પતંજલિ માટે કહ્યું હતું. આ મુદ્દો વિચારાધીન છે અને તમે ખુદ પક્ષકાર છો. તમારા વકીલ ટીકાને હટાવા માટે કહી શકે છે. પરંતુ તમે મીડિયા સમક્ષ આપેલા નિવેદન અંગે અમે આનાથી બિલ્કુલ ખુશ નથી. અમે આટલી સરળતાથી માફ નહિ કરીએ.
જાહેરમાં માફી શા માટે ન માગી : કોર્ટ
કોર્ટની ખંડપીઠે ડૉ. અશોકન પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તમે કોર્ટ આવતા પહેલા જાહેરમાં માફી શા માટે ન માગી. આના જવાબમાં આઈએમએના અધ્યક્ષે કહ્યું કે તેઓ કોર્ટનું સન્માન કરે છે. જણાવી દઈએ કે આઈએમએ અધ્યક્ષે સમાચાર સંસ્થાને મુલાકાત આપી હતી. જેમાં તેમને કોર્ટની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો હતો. જેની પર હવે કોર્ટે એકવાર ફરી તેમને ઝાટકી નાંખ્યા છે.










