• સુપ્રીમ કોર્ટે બેલેટ પેપરથી મતદાન કરવાની માંગની તમામ અરજીઓ ફગાવી દીધી
  • 26 એપ્રિલે ચુકાદાની સમીક્ષાની માંગ કરવામાં આવી હતી
  • લોકસભાની અડધી ચૂંટણી સમાપ્ત થઈ ત્યારે સુપ્રીમે ફગાવવાનું વલણ અપનાવ્યું
 
દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. મંગળવારે પીએમ મોદી વારાણસીથી ઉમેદવારી નોંધાવવાના છે. ચાર તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થયું આ સ્થિતિમાં દેશની સૌથી મોટી સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં બેલેટ પેપરથી મતદાનને લઈ અરજી કરાઈ છે. ગત 26 એપ્રિલે ચુકાદાની સમીક્ષાની માંગ કરવામાં આવી હતી.જો કે જૂના પેપર બેલેટ સિસ્ટમ પરત લાવવાની માંગને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે વીવીપેટ વેરિફિકેશનની માંગને લઈ તમામ અરજીઓ ફગાવી દીધી હતી. બેલેટ પેપરની માંગને લઈ કરેલી અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે મહત્ત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે મતદાન ઈવીએમ મશીનથી જ થશે. ઈવીએમ-વીવીપેટનું 100 ટકા મેળાપ નહિ કરાય. 45 દિવસ સુધી વીવીપેટની ચબરખી સલામત રહેશે. આ ચબરખીઓ ઉમેદવારોની સહીની સાથે સલામત રહેશે.
  • Follow us on: