• તમામ આરોપીઓ કોર્ટમાં ઓનલાઈન હાજર રહી શકશે

  •  સીબીઆઈએ તપાસ કરેલા આ કેસમાં હાઈકોર્ટે સ્પેશિયલ જજ નિયુક્ત કરવાના રહેશે
  • કેસને મિઝોરમ ખસેડવા બચાવ પક્ષની માગણી

મણિપુર જાતીય હિંસાને લગતા 27 કેસ સુપ્રીમ કોર્ટ દ્વારા આસામની ગુવાહાટી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ તમામ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય ચંદ્રચૂડના વડપણ હેઠળની 3 જજની બેન્ચે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવેલા આ 27 કેસની ટ્રાયલ માટે એક કે તેથી વધુ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને સેશન્સ જજની નિયુક્તિ કરવા ગુવાહાટી હાઈકોર્ટને આદેશ આપ્યો હતો. આ તમામ કેસના આરોપીઓ તેમજ સાક્ષીઓ રૂબરૂ હાજર રહીને કે મણિપુરમાં તેઓ જ્યાં હોય ત્યાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં ઓનલાઈન હાજર રહી શકશે. તેમણે ગુવાહાટીની કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા પ્રવાસ કરીને ગુવાહાટી આવવાની જરૂર રહેશે નહીં. મણિપુર સરકાર વતી દલીલો કરતા સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સીબીઆઈએ તપાસ કરેલી તમામ કેસની ટ્રાયલ સુરક્ષાનાં કારણોસર આસામમાં ટ્રાન્સફર કરવામાં આવે. મણિપુરમાં આ કેસ ચલાવવામાં આવે તો કેટલાક જજિસ જે તે સંબંધિત સમુદાયનાં હોય તો તેનો કેસ પર પ્રભાવ પડી શકે છે તેવી ભીતિ વ્યક્ત કરાઈ હતી.

કેસને મિઝોરમ ખસેડવા બચાવ પક્ષની માગણી

બચાવ પક્ષનાં વકીલ કોલિન ગોન્સાલ્વિઝે સીબીઆઈની તપાસને સ્પર્શતા તમામ કેસ આસામને બદલે મિઝોરમમાં ખસેડવા માગણી કરી હતી. તેમણે કહ્યું કે કેસની ટ્રાયલ જ્યાં ગુના થયા છે તેવા પર્વતીય વિસ્તારમાં થવી જોઈએ. આ તબક્કે ઝ્રત્નૈંએ કહ્યું કે પીડિતો ખીણ વિસ્તારનાં પણ છે અને પર્વતીય વિસ્તારનાં પણ છે. ખીણ વિસ્તારનાં પીડિતો માટે પર્વતીય વિસ્તારોમાં જવાનું અને પર્વતીય વિસ્તારોનાં પીડિતો માટે ખીણ વિસ્તારમાં આવવાનું મુશ્કેલ છે. કોણ વધુ પીડિત છે તે જોવાનું અમારું કામ નથી. કોણ ખરેખર પીડિત છે તે અમે જોઈશું.

તમામ અરજીઓ ઓનલાઈન કરવા આદેશ

સુરક્ષા તેમજ અંતરને ધ્યાનમાં રાખીને આરોપીને હાજર કરવાની કે રિમાન્ડની કે ન્યાયિક ધરપકડની મુદત લંબાવવી કે તપાસને લગતી તમામ અરજીઓ ઓનલાઈન રજૂ કરવા કોર્ટે છૂટ આપી હતી. જ્યારે આરોપીની જ્યુડીશીયલ કસ્ટડી મંજૂર કરાય ત્યારે મણિપુરમાં લોકલ મેજિસ્ટ્રેટની હાજરીમાં આરોપીનાં નિવેદન રેકોર્ડીંગ કરવા મણિપુર રાજ્યને મંજૂરી તેમજ આરોપીની ટ્રાન્ઝિટ રોકવા મણિપુર રાજ્યને મંજૂરી આપવામાં આવી હતી.


  • Follow us on: