• AAP MP સ્વાતિ માલિવાલ સાથે ખાસ વાતચીત
  • સ્વાતિ માલિવાલે પોતાની જણાવી આપવીતી
  • હું દિલ્હી પોલીસને સહકાર આપી રહી છું

આપ રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલિવાલ પર મારપીટના આરોપને લઇને પહેલી વખત સ્વાતિ માલિવાલ જનતા સામે આવ્યા છે. તેમણે ન્યૂઝ એજન્સીને  ઇન્ટરવ્યુ આપીને પોતાની આપવીતી જણાવી હતી. જે દરમિયાન સ્વાતિએ જણાવ્યું કે મને કહેવામાં આવ્યું હતું કે તમે બેસો અરવિંદ કેજરીવાલ ઘરમાં જ છે. હું તેમની રાહ જોઇને બેઠી હતી ત્યાં જ બિભવકુમારે આવીને મને મારવાનું શરૂ કરી દીધું 

કેજરીવાલ ઘરમાં જ હતા- સ્વાતિ

[[$googlead]]

સ્વાતિ માલિવાલે કહ્યું કે હું જોર જોરથી બૂમો પાડી રહી હતી હું મદદ માંગી રહી હતી. પણ કોઇ મદદે આવ્યુ નહી. હું કોઇને ક્લિનચીટ નથી આપી રહી. હું ડ્રોઇંગ રૂમમાં હતી. અરવિંદજી ઘરમાં જ હતા. હું બૂમો પાડી રહી હતી પણ કોઇ આવ્યુ નહી.

[[$alsoread]]

બિભવ કુમારથી પાર્ટી ડરે છે- સ્વાતિ 

સ્વાતિ માલિવાલે વધુમાં જણાવ્યું કે આખી પાર્ટીમાં દરેકને કહેવામાં આવ્યુ છે મને ગંદી રીતે ટોર્ચર કરો.તેમણે કહ્યું કે ડ્રોઇંગ રૂમ અને ડાઇનિંગ રૂમ પાસે પાસે જ છે. હવે હું બૂમો પાડી રહી હતી તો કોઇ આવ્યુ કેમ નહી તે તપાસનો વિષય છે. હું 2006થી આ લોકો સાથે કામ કરી રહી છું.  બિભવ કુમાર અરવિંદ કેજરીવાલના ઘણા નજીક છે. તે કોઇ મામૂલી પીએ નથી. તેઓ પાવરફુલ વ્યક્તિ છે. આખી પાર્ટી તેનાથી ડરે છે. 


  • Follow us on: