• સ્વાતિ માલિવાલ પર મારપીટનો કેસ
  • બિભવની જામીન અરજી પર નિર્ણય સુરક્ષિત
  • કોર્ટમાં રડી પડી સ્વાતિ માલિવાલ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલ પર હુમલો કરવાના આરોપી અને અરવિંદ કેજરીવાલના નજીકના વિભવ કુમારની જામીનની સુનાવણી તીસ હજારી કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી . આ દરમિયાન પીડિતા સ્વાતિ માલીવાલ પણ હાજર રહી હતી. કોર્ટે હાલ આ મામલે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. ત્યારે આવો જાણીએ બિભવના જામીનને લઇને શું દલીલો થઇ.
કોર્ટમાં શું થયુ ?
  • બિભવના વકીલ હરિહરને સુનાવણી દરમિયાન આરોપ લગાવ્યો હતો કે જ્યારે શરીરના સંવેદનશીલ અંગો પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી, ત્યારે હત્યાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. બિભવનો સ્વાતિને ર્નિવસ્ત્ર કરવાનો ઇરાદો ન હતો. તેણે જાતે જ પોતાને ઇજાઓ પહોંચાડી હોઇ શકે.
  • બિભવના વકીલે એમ પણ કહ્યું કે પ્રાચીન સમયમાં દ્રૌપદીના વસ્ત્રો ઉતારનાર કૌરવો પર આવા આરોપો લગાવવામાં આવ્યા હતા. સ્વાતિએ સંપૂર્ણ આયોજનના 3 દિવસ પછી આ FIR નોંધાવી.
  • વકીલની આ દલીલો સાંભળીને સ્વાતિ માલીવાલ કોર્ટ રૂમમાં જ રડવા લાગી. સ્વાતિએ કોર્ટને કહ્યું કે બિભવ કોઈ સામાન્ય માણસ નથી, તે મંત્રીઓને આપવામાં આવતી સુવિધાઓનો ઉપયોગ કરે છે.
  • બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે બિભવ કુમારની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
  • બિભવના વકીલે કહ્યું કે અમે માત્ર જામીન માગ્યા છે નિર્દોષ છોડવાની કોઇ અપીલ કરી નથી. બિભવના વકીલે કોર્ટમાં કહ્યું કે સીએમ હાઉસમાંથી સીસીટીવી મળી ચૂક્યા છે, તેથી તેમાં ટેમ્પરિંગનો કોઇ સવાલ જ નથી. બિભવ પહેલા દિવસથી પોલીસ તપાસ માટે હાજર છે. અમે માત્ર જામીનની માંગ કરી રહ્યા છીએ, અમે નિર્દોષ છોડવાની અપીલ નથી કરી રહ્યા.
સ્વાતિ માલીવાલ કોર્ટમાં રડી પડી
સુનાવણી દરમિયાન વિભવના વકીલે કહ્યું કે ઘણા કેસ જોયા છે, પરંતુ આવો કેસ ક્યારેય જોયો નથી. વિભવના વકીલ દ્વારા આપવામાં આવેલી દલીલો બાદ રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ કોર્ટમાં રડી પડ્યા હતા. વકીલ તરફથી કહેવામાં આવ્યું હતું કે એફઆઈઆરમાં જે કહેવામાં આવી રહ્યું છે તેમાં કોઈ સત્ય નથી. ત્રણ દિવસ પછી FIR નોંધવામાં આવી.

બિભવને જામીન મળ્યા તો..

સ્વાતિ માલિવાલે જણાવ્યું કે જો બિભવકુમારને જામીન મળી જશે તો મારો જીવ જોખમમાં મૂકાશે. સાથે જ તેણે આપ પાર્ટી પર ચરિત્ર હનન કરવાનો આરોપ લગાવ્યો. 

મને બળાત્કારની ધમકી આપવામાં આવી રહી છે - સ્વાતિ માલીવાલ

સ્વાતિ માલીવાલે કહ્યું, મને સતત ધમકીઓ મળી રહી છે. બળાત્કારની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. સ્વાતિ માલીવાલે કોર્ટમાં કહ્યું કે જો વિભવને જામીન આપવામાં આવે તો મારા અને મારા પરિવારના જીવને ખતરો હોઈ શકે છે. AAPના રાજ્યસભા સાંસદ માલીવાલે કહ્યું, જે સુવિધા અન્ય કોઈને નથી આપવામાં આવી રહી તે વિભવને આપવામાં આવી રહી છે.

4 દિવસની કસ્ટડી વધારી હતી
મહત્વનું છે કે સ્વાતિએ પોતાની ફરિયાદમાં બિભવ પર ગંભીર આરોપ લગાવ્યા છે. 18મેના રોજ બિભવની ધરપકડ કરવામાં આવી હતી. 24મેના રોજ બિભવને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. આ પછી કોર્ટે વિભવ કુમારને ચાર દિવસ એટલે કે 28 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. 
  • Follow us on:

[[$googlead]]