• 17 વર્ષ બાદ ભારતનો શાનદાર ટી-20 વર્લ્ડ કપમાં વિજય
  • જીત બાદ પીએમ મોદીએ પાઠવી ટીમને શુભકામના
  • ટીમ ઇન્ડિયાના 6 ક્રિકેટર્સ સાથે ફોન પર કરી વાતચીત

T-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત પર સમગ્ર દેશને ગર્વ છે. ચોમેર ઉજવણીનો માહોલ છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ પીએમ મોદીએ વિશ્વ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ ક્રિકેટ ટીમના 6 લોકોનો વિશેષ આભાર માન્યો હતો.

આ છ લોકોનો માન્યો વિશેષ આભાર

[[$googlead]]

પીએમ મોદીએ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ અને કોચ રાહુલ દ્રવિડને ફોન કરીને જીત માટે ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

[[$alsoread]]

ટીમ ઇન્ડિયાને અભિનંદન

મહત્વનું છે કે દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. જીત બાદ પીએમ મોદીએ સૌથી પહેલા આ જીત માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ રોહિત શર્માને તેની શાનદાર કેપ્ટનશિપ માટે અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ મેચમાં વિરાટ કોહલીની શાનદાર ઈનિંગ્સ અને ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. PM એ સૂર્યકુમારને તેના શાનદાર કેચ માટે અને હાર્દિકને છેલ્લી ઓવર નાખવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પીએમ મોદીએ કર્યુ હતું ટ્વિટ

તેમણે જસપ્રિત બુમરાહના યોગદાનની પણ પ્રશંસા કરી. પીએમ મોદીએ ભારતીય ક્રિકેટમાં યોગદાન બદલ રાહુલ દ્રવિડનો પણ આભાર માન્યો હતો. ભારતની જીત બાદ પીએમ મોદીએ તરત જ ટ્વિટ કરીને ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે અમારી ટીમે શાનદાર રીતે T20 વર્લ્ડ કપ જીત્યો. અમને ભારતીય ક્રિકેટ ટીમ પર ગર્વ છે. 140 કરોડથી વધુ ભારતીયો ક્રિકેટરોના પ્રદર્શન પર ગર્વ અનુભવી રહ્યા છે.

  • Follow us on: