• ખેડૂતોના આંદોલન પર કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડાએ કહ્યુ રાજકારણનો શિકાર ન બનો
  • આ સમગ્ર પ્રક્રિયા કાયદાનો એક ભાગ છે
  • કોઇ પણ નિર્ણય લેતા પહેલા સો વખત વિચારવુ પડે

ખેડૂતોના આંદોલનનો આજે બીજો દિવસ છે. ખેડૂતોના આંદોલને પ્રથમ દિવસે હિંસક વળાંક લીધો હતો. પંજાબ અને હરિયાણાને જોડતી શંભુ બોર્ડર પર ભારે હંગામો થયો હતો, જ્યાં આંદોલનમાં સામેલ કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ સાથે જ પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. જોકે પોલીસની કડક કાર્યવાહી બાદ પણ ખેડૂતો મક્કમ રહ્યા હતા. ખેડૂતોએ પોલીસ પર તાનાશાહી હોવાનો આરોપ લગાવ્યો. ખેડૂતોને રોકવા માટે દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી હતી, જેના કારણે ઘણા વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ખેડૂતો રાજકારણનો શિકાર ન બને : કૃષિમંત્રી અર્જુન મુંડા

[[$googlead]]

ખેડૂતોના આંદોલન પર કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડાએ કહ્યુ કે અમે લોકો અમારા તરફથી શક્ય તેટલો સમાધાનનો રસ્તો શોધી રહ્યા છીએ. આ સમગ્ર પ્રક્રિયા કાયદાનો એક ભાગ છે આથી કોઇ પણ નિર્ણય લેતા પહેલા સો વખત વિચારવુ પડે. જેનાથી પાછળથી કોઇ મુશ્કેલી ન આવે. અમે દરેક સ્થિતિ માટે વિચારી રહ્યા છીએ. જે પણ ખેડૂત સંગઠનો આ રીતની અફવાઓ ફેલાવી રહ્યા છે જેથી કરીને પછીના દિવસોમાં તમે વિચાર્યા વગર પરિસ્થિતિની ટીકા કરી શકો. તેથી અમે દરેક પ્રકારની પરિસ્થિતિ વિશે વિચારીએ છીએ.

[[$alsoread]]

સામાન્ય લોકો માટે સમસ્યા ઊભી કરવાથી સમસ્યા હલ થતી નથી

જેઓ ખેડૂતોના સંગઠનમાં જોડાયા પછી આવી વાતો કરી રહ્યા છે તેઓએ વિચારવું જોઈએ કે સામાન્ય લોકો માટે સમસ્યા ઊભી કરવાથી સમસ્યા હલ થતી નથી, તે ફક્ત તેને જટિલ બનાવે છે. તેથી વાત કરતી વખતે અમે લોકોને ઉકેલ માટે વાત કરવાનું કહી રહ્યા છીએ. હું ખેડૂત સંગઠનોને કહેવા માંગુ છું કે તમે રાજનીતિથી પ્રેરિત ન થાઓ, સરકાર ખેડૂતોની સતત ચિંતા કરી રહી છે.આપણે આ હંમેશા ધ્યાનમાં રાખીએ કે અસામાન્ય પરિસ્થિતિ ઊભી કરવાથી કંઈપણ ઉકેલાશે નહીં.

મોબાઈલ ઈન્ટરનેટ, બલ્ક એસએસએસ અને ડોંગલ સેવા બંધ

ખેડૂતોના આંદોલનને જોતા હરિયાણાના અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા જિલ્લામાં વોઈસ કોલ સિવાય મોબાઈલ નેટવર્ક પર પૂરી પાડવામાં આવતી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ સિવાય બલ્ક એસએમએસ અને તમામ ડોંગલ સેવાઓ પણ 15 ફેબ્રુઆરી સુધી સ્થગિત રહેશે.


  • Follow us on: