પાણીપૂરીનું નામ પડતાં જ મોંમાં પાણી છૂટવા લાગે છે. ગલીનાકેથી માંડીને હાઇફાઇ મોલ સુધ્ધાંમાં પાણીપૂરી વેચાય છે, જેની સૂકી પૂરી અને ચટાકેદાર પાણી લોકોને ખૂબ ગમે છે. પણ, કોઈએ ભાગ્યે જ વિચાર્યું હશે કે, પાણીપૂરીવાળા ભૈયા આખા વરસમાં કેટલું કમાતા હશે.
એવી લારી કે ખૂમચાની કમાણી કોઈ લાખોમાં નથી આંકતા. પણ, તામિલનાડુમાં એક પકોડીવાળાની કમાણીએ ઇન્ટરનેટ પર ચકચાર મચાવી દીધી છે. કોઈએ સપનામાં પણ ન વિચાર્યું હોય એમ, તામિલનાડુના પાણીપાણીવાળા ભૈયાએ ઓનલાઇન પેમેન્ટ (ફોન-પે, રોઝર-પે) દ્વારા એક વર્ષમાં 40 લાખ રૂપિયા કમાણી કરી છે અને તેના માટે તેને GSTએ નોટિસ મોકલી છે. કેટલાક યૂઝરે કમેન્ટમાં લખ્યું, હવે તેઓ પોતાની કોર્પોરેટ નોકરી છોડીને પાણીપૂરી વેચશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યૂઝરના હેન્ડલ પર પાણીપૂરીવાળા ભૈયાને મળેલી GSTની નોટિસ શેર કરવામાં આવી છે. જો કે UPIની મહતમ મર્યાદાથી વધુ વ્યવહાર થતા જીએસટી વિભાગે આ નોટિસ પાઠવી છે.










