તમિલનાડુમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ છે. છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ, તોફાની પવનો અને દરિયાઈ મોજાઓ કિનારે આવવાની ચેતવણી આપી છે. રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને 4 જિલ્લામાં ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં શાળાઓ અને કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો છે.
સંભવિત પૂરની સ્થિતિ
આઈટી કંપનીઓને આગામી 18 ઓક્ટોબર સુધી ઘરેથી કામ લાગુ કરવા સૂચના આપવામાં આવી છે. લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. માછીમારોને પણ દરિયાકિનારાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ છે. પાણી ભરાવાને કારણે તમને પરિવહનમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ભારે વરસાદને કારણે સંભવિત પૂર અને અન્ય પડકારોનો સામનો કરવા સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. NDRF હાઈ એલર્ટ પર છે.
તમિલનાડુમાં કેમ પડી રહ્યો છે ભારે વરસાદ?
મળતી માહિતી મુજબ સોમવારે સવારે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું હતું. આગામી દિવસોમાં તે વધુ તીવ્ર બને અને ઉત્તર-પશ્ચિમ દિશામાં ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધવાની ધારણા છે. હવામાન વિભાગની આ આગાહીને કારણે મુખ્યમંત્રી એમકે સ્ટાલિને સોમવારે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ચેન્નઈ કોર્પોરેશન કમિશનરે જાહેર કર્યું હતું કે 990 પંપ અને પંપ સેટ સાથેના 57 ટ્રેક્ટર તૈયાર છે.
સાથે 36 મોટર બોટ, 46 મેટ્રિક ટન બ્લીચ પાવડર અને 25 મેટ્રિક ટન ચૂનો પાવડર, ફિનાઇલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન ઉધયનિધિ સ્ટાલિને પૂરની તૈયારીનું મૂલ્યાંકન કરવા નારાયણપુરમ તળાવ અને આંબેડકર રોડ નહેર કાંઠાનો સરવે કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે જણાવ્યું કે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે તેથી મુખ્યમંત્રીની આદેશ મુજબ પલ્લીકરનઇ, કોવિલમ્બક્કમનો બીચ નારાયણપુરમ તળાવ પર સર્વે કરવામાં આવ્યો છે.









