• મહિલાના પતિએ તેને મેન્ટેનન્સ આપવાનો ઇનકાર કરી દેતાં હાઇકોર્ટમાં ફરિયાદ

  • હાઇકોર્ટે ફેમિલી કોર્ટનો ચુકાદો ફગાવી પત્નીની તરફેણમાં ચુકાદો આપ્યો
  • હાઇકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને પણ રદ્દ કરી દીધો

છત્તીસગઢ હાઇકોર્ટે એક ફેમિલી કોર્ટના આદેશને રદ્દ કરતાં જણાવ્યું હતું કે કોઇ પણ મોબાઇલ પર થનારી વાતચીતને અન્યની જાણકારી વગર રેકોર્ડ કરવી ગુપ્તતાનું ઉલ્લંઘન છે, પછી ભલે તે પતિ કે પત્ની કેમ ના હોય. કોર્ટે જણાવ્યું હતું કે બંધારણની કલમ 21નું ઉલ્લંઘન છે. હાઇકોર્ટ એક મહિલાની અરજી પર સુનાવણી કરી રહી હતી. મહિલાની દલીલ હતી કે ફેમિલી કોર્ટના આદેશ બાદ તેણીના પતિએ તેને મેન્ટેનન્સ આપવાનો ઇનકાર કરી દીધો છે. નોંધનીય છે કે મહાસમુંદ જિલ્લાની ફેમિલી કોર્ટમાં 2019માં જ ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ દરમિયાન હાઇકોર્ટે મંજૂરી લીધા વગર રેકોર્ડ કરવામાં આવેલા ફોન કોલને પુરાવા તરીકે માનવાનો પણ ઇનકાર કરી દીધો હતો. છત્તીસગઢ કોર્ટે ભરણપોષણ સાથે સંકળાયેલાં એક કેસમાં ચુકાદો આપતાં આ વિશેષ ટિપ્પણી કરી હતી. આ સાથે હાઇકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને પણ રદ્દ કરી દીધો હતો. હાઇકોર્ટે આપેલો ચૂકાદો સાર્વત્રિક અપીલ ધરાવે છે.

ફેમિલી કોર્ટે પતિને રેકોર્ડિંગ રજૂ કરવાની અનુમતિ આપી

વાસ્તવમાં એક પત્નીએ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જો કે પતિએ તેના પર લગ્નેતર સંબંધોનો આરોપ મૂકીને ભરણપોષણ આપવાનો ઇનકાર કર્યો હતો અને પતિએ ફેમિલી કોર્ટને વિનંતી કરી હતી કે કેસને રિ-એક્ઝામીન કરવામાં આવે. પતિની દલીલ હતી કે તેની પાસે પત્ની સાથે કરવામાં આવેલી વાતચીતની રેકોર્ડિંગ છે અને તે ઇચ્છે છે કે કોર્ટ પણ તેને સાંભળે. 21 ઓક્ટોબર 2021ના રોજ ફેમિલી કોર્ટે પતિને રેકોર્ડિંગ રજૂ કરવાની અનુમતિ આપી હતી.

પતિ છટકવા રેકોર્ડિંગનો ઉપયોગ કરવા માંગતો હતો

મહિલાના વકીલે દલીલ કરી હતી કે પતિ કોર્ટને રેકોર્ડિંગ સંભળાવીને સાબિત કરવા માંગતો હતો કે તેની પત્ની વ્યભિચાર કરી રહી છે. તેને અન્ય કોઇ સાથે અવૈધ સંબંધ છે તેથી તેને છૂટાછેડા બાદ ભરણપોષણ આપવાની જરૂર નથી. મહિલાના વકીલે દલીલ કરી હતી કે અહીં અરજદારની પ્રાઇવસીનો ભંગ થયો છે.

વકીલે પતિ તરફથી બચાવ રજૂ કર્યો હતો

પતિના વકીલે કહ્યું, અરજદાર પત્ની સામેના કેટલાક આરોપો સાબિત કરવા માટે રેકોર્ડિંગ કરેલાં કેટલાક પુરાવા પ્રસ્તુત કરવા માંગે છે. તેને પત્ની સાથે કરેલી વાતચીતના રેકોર્ડિંગને રજૂ કરવાનો અધિકાર છે. નીચલી કોર્ટના આદેશની વૈધતા નક્કી કરવા ન્યાયાલયે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ભરોસો મૂક્યો હતો.


  • Follow us on: