• સ્પોટ્ર્સ ઈવેન્ટ્સ પાછળ સટ્ટા બજારમાં દર વર્ષે કરોડોનો સટ્ટો

  • કઈ કઈ ટીમ સેમિ ફાઈનલ અને ફાઈનલમાં ટકરાશે તેનો કરોડોનો સટ્ટો
  • અંદાજ પ્રમાણે દર વર્ષે રૂ. 8,20,000 કરોડનો ગેરકાયદે સટ્ટો રમાય છે

ભારતમાં ક્રિકેટનો વર્લ્ડ કપ હાલ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. કઈ કઈ ટીમ સેમિ ફાઈનલ અને ફાઈનલમાં ટકરાશે તેનો કરોડોનો સટ્ટો રમાઈ રહ્યો છે. ગેરકાયદે સટ્ટા દ્વારા કરોડોનો ખેલ ખેલાઈ રહ્યો છે આવા સમયે દેશનાં ટેક્સ સત્તાવાળાઓને વર્ષે રૂ. 2 લાખ કરોડનું નુકસાન થઈ રહ્યું હોવાનું થિન્ક ચેન્જ ફોરમ (TCF)નાં અહેવાલમાં જણાવાયું છે. ભારતમાં દર વર્ષે સ્પોર્ટસ ઈવેન્ટસ પાછળ સટ્ટા બજારમાં દર વર્ષે રૂ. 8,20,000 કરોડનો સટ્ટો રમાઈ રહ્યો છે. ખાસ કરીને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર ગ્રોથ, સ્માર્ટફોનનો વધતો ઉપયોગ અને સ્પોર્ટસ ઈવેન્ટસમાં વધારાને કારણે સટ્ટા બજાર ગરમ બન્યું હતું. સરકાર દ્વારા કેટલાક નિયમનો લાદવામાં આવ્યા છતાં ગેરકાયદે સટ્ટા બજારનો વ્યાપ વધ્યો હતો.

એક અંદાજ પ્રમાણે દર વર્ષે રૂ. 8,20,000 કરોડનો ગેરકાયદે સટ્ટો રમાય છે તેવું અનુમાન કરીએ તો તેનાં પર ય્જી્નાં 28 ટકા લેખે ટેક્સ વિભાગ વર્ષે રૂ. 2,29,600 કરોડની આવક ગુમાવી રહ્યું છે.

આઈપીએલમાં 370 મિલિયન લોકો દ્વારા ખેલાતો કરોડોનો સટ્ટો

ભારતમાં IPLમાં કરોડોનો સટ્ટો ખેલાઈ રહ્યો છે. જેમાં સૌથી વધુ સટ્ટાકીય પ્રવૃત્તિ આચરવામાં આવે છે. એક અંદાજ મુજબ ભારતમાં 140 મિલિયન લોકો નિયમિત રીતે સટ્ટામાં ભાગ લે છે અને જુગાર રમે છે. પણ IPL વખતે સટ્ટો રમનારની સંખ્યા વધીને 370 મિલિયન થઈ જાય છે. ભારતમાં સટ્ટાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે તેમ રિપોર્ટ કહે છે. સટ્ટાની રમત માટે દેશમાંથી અને વિદેેશમાંથી કરોડોનું ફંડ આવે છે. હવાલા દ્વારા, ક્રિપ્ટો કરન્સી દ્વારા તેમજ અન્ય ગેરકાયદે ચેનલ દ્વારા આવું ફંડ ઠલવાય છે. જે દેશની નાણાકીય સ્થિરતા સામે જોખમ સર્જે છે. રાષ્ટ્રીય સુરક્ષાને જોખમાવે છે. ભારતમાં 75થી વધુ સટ્ટા બેટિંગની સાઈટ્સ પર સટ્ટો રમી શકાય છે.


  • Follow us on: