- બ્લૂ લાઈન મેટ્રોમાં ટેકનીકલ ખામીઓ
- આશરે અઢી કલાક સુધી સેવાઓ બંધ રહેતા લોકો પરેશાન
- ટેકનીકલ ખામીને કારણે સેવાઓ મોડી થઇ
બ્લુ લાઈન પર યાત્રીઓને ત્રણ દિવસ પહેલા પણ મુશ્કેલીઓ અનુભવી પડી હતી. જ્યારે ટેકનીકલ ખરાબીને કારણે આ લાઈન પર સેવાઓ આશરે અઢી કલાક સુધી રોકાયેલી હતી.
દિલ્હી મેટ્રોની બ્લી લાઈન પર આજ સવારે ટેકનીકલ ખામીને કારણે સેવાઓ મોડી થઇ. બ્લૂ લાઈન દિલ્હીના દ્વારકા સેકટર-21ને નોઇડા ઇલેક્ટ્રોનિક્સથી જોડે છે. બ્લૂ લાઈન પર યાત્રાળુને ત્રણ દિવસ પહેલા પણ આ અડચણ અનુભવી પડી હતી. જ્યારે આજે પણ આ મુશ્કેલી થઈ ત્યારે દિલ્હી મેટ્રો રેલ નિગમ ( ડીએમઆરસી )એ બૃહસ્પતિવારને ટ્વીટર પર પાત્રાળુંઓને સાવધાન કર્યા. દિલ્હી મેટ્રો કોરપોરેશને ( ડીએમઆરસી ) ટ્વીટમાં લખ્યું કે, બ્લૂ લાઈન અપડેટ : દ્વારકા સેકટર 21 અને નોઇડા ઇલેક્ટ્રોનિક સીટી/વૈશાલીની સેવાઓમાં વિરામ. અન્ય બીજી બધી લાઈનો પર સામાન્ય સેવાઓમાં. ડીએમઆરસીએ અત્યાર સુધી મેટ્રો સેવાઓની લેટ થવાનું ચોક્ક્સ કારણ આપ્યું નથી. સુત્રો દ્વારા જાણવામાં આવ્યું કે ઓએચઈ ( ઓવરહેડ ઉપકરણ )માં સમસ્યાના કારણે સવાઓ લેટ થઇ રહી છે. ત્યાર પછી સમસ્યાનું નિરાકરણ કરીને સવારો ફરીથી શરૂ થઇ ગયી છે તે માહિતી ટ્વીટ મારફતે કેહવાયું. લખ્યું કે, સામાન્ય સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે.
ચાર દિવસમાં ત્રણ વાર સેવાઓ બંધ રહી
એ સિવાય પણ બ્લુ લાઈન મેટ્રો સેવાઓ છેલ્લા ચાર દિવસમાં ત્રણ વાર બંધ થતી જોવામાં આવી છે. બ્લૂ લાઈનની યમુના બેંક અને ઇન્દ્રપ્રસ્થ સ્ટેશનની વચ્ચે સેવાઓ સાંજે 6:35 થી રાતે 8 વાગ્યા સુધી બંધ હતી. ડીએમઆરસીનાં માતે કોઈ બહારની વસ્તુઓ (પક્ષી) જે ટ્રેનનો ભાગ ઓએચઈ/પેન્ટોગ્રાફથી અથડાવાના કારણે યૂપી લાઈન પર તૂટેલા તારનું કામકાજ ચાલતું હતું.
આ સાથે જ બ્લૂ લાઈનનાં બાકી ભાગોમાં બંને બાજુ એટલે કે યમુના બેંકથી વૈશાલી/નોઇડા ઈલેક્ટ્રોનિક સિટી અને ઇન્દ્રપ્રસ્થ થી દ્વારકા સેક્ટર 21 સેક્શનમાં સામાન્ય ટ્રેન સેવાઓ સતત ઉપલબ્ધ હતી. ડીએમઆરસીએ આગળ કહ્યું હતું કે સ્થગિત સેવાઓના સમયે ઇન્દ્રપ્રસ્થ અને યમુના બેંક સ્ટેશનની વચ્ચે યાત્રાળુઓને એક આવવા જવા માટે શટલ ટ્રેન સેવા પહોંચાડવામાં આવી હતી.