- કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનો તેજસ્વી યાદવ પર વાર
- તેજસ્વી યાદવ અને લાલુ યાદવ પર કર્યા આકરા પ્રહાર
- તેજસ્વી યાદવના ડીએનએમાં અપરાધ- ગિરિરાજસિંહ
કેન્દ્રીયમંત્રી ગિરીરાજસિંહ અવારનવાર તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદ પર નિશાનો સાધે છે. ત્યારે વધુ એકવાર તેઓએ તેજસ્વી યાદવને આડેહાથ લીધા છે. તેમણે કહ્યું તેજસ્વી યાદવના ડીએનએમાં જ અપરાધ છે જ્યારે લાલુ યાદવ તો ભ્રષ્ટાચાર માટે કુખ્યાત છે.
તેજસ્વી યાદવના ડીએનએમાં અપરાધ
મહત્વનું છે કે પીએમ મોદી આગામી દિવસોમાં બેગુસરાયની મુલાકાતે જઇ રહ્યા છે. અહીં તેઓ કરોડોના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. 2014માં પણ તમામ પાર્ટીઓ નરેન્દ્ર મોદીની વિરુદ્ધ હતી, પરંતુ લોકોએ તેમને પોતાના વડાપ્રધાન તરીકે પસંદ કર્યા. લાલુ યાદવના પુત્ર હોવાના કારણે તેજસ્વી યાદવના ડીએનએમાં અપરાધ છે. લાલુ યાદવ ભ્રષ્ટાચાર માટે કુખ્યાત છે.
2જી માર્ચે બેગુસરાયના પ્રવાસે પીએમ મોદી
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 2 માર્ચે ઔરંગાબાદ અને બેગુસરાયની મુલાકાતે છે. પીએમનો પહેલો કાર્યક્રમ બપોરે 1 વાગ્યે ઔરંગાબાદ જિલ્લામાં છે અને બીજો કાર્યક્રમ એ જ દિવસે સાંજે 4 વાગ્યે બેગુસરાયમાં યોજાશે. આ મુલાકાત અંગે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે કહ્યું કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બેગુસરાયની ધરતી પર આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે અને જનતાને સંબોધિત કરશે. બિહાર સહિત સમગ્ર દેશમાં તેમનો અવાજ ગુંજશે. તેઓ દેશના પીએમ તરીકે ત્રીજી વખત બેગુસરાઈ આવી રહ્યા છે.









