- તેલંગણાના કરીમનગરમાં આવેલુ છે રાજા રાજેશ્વર મંદિર
- પીએમ મોદીએ આ મંદિરમાં આજે કરી પૂજા અર્ચના
- મંદિરમાં કોમી એકતાના થાય છે દર્શન
13મેના રોજ તેલંગણામાં મતદાન છે. ત્યારે પીએમ મોદીએ પ્રચાર પહેલા કરીમનગરના રાજા રાજેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ત્યારે ચૂંટણી પ્રચાર પહેલા આ મંદિરમાં પૂજા અર્ચનાનું શું છે કારણ, શું છે આ મંદિરની વિશષતા અને મંદિરનું શું છે મહાત્મ્ય તે વિશે વાત કરીએ.
ઐતિહાસિક મંદિરમાં વિવિધ ભગવાનના મંદિરો
વેમુલાવાડા રાજા રાજેશ્વર મંદિર કરીમનગરથી 38 કિમી દૂર આવેલું છે. ઐતિહાસિક રીતે આ મંદિર વેમુલાવડા ચાલુક્યની રાજધાની હતી, જેમણે અહીં ઇ.સ 750 થી 973 સુધી શાસન કર્યું હતું. આ મંદિર જ્યાં બનાવવામાં આવ્યું છે તે ગામનું નામ લેમુલાવાટિકા છે. મંદિરના પ્રમુખ દેવતા રાજા રાજેશ્વર સ્વામી છે, જે સ્થાનિક રીતે રાજન્ના તરીકે ઓળખાય છે. રાજા રાજેશ્વરની પ્રતિમાની જમણી બાજુ રાજ રાજેશ્વરી દેવીની મૂર્તિ અને ડાબી બાજુ લક્ષ્મી સાથે સિદ્ધિ વિનાયકની મૂર્તિ બિરાજમાન છે. મહત્વનું છે કે રાજારાજેશ્વર મંદિરમાં ભગવાન શિવને રાજન્ના કહેવામાં આવે છે.
કુંડમાં સ્નાન કરીને દર્શન કરવાનું મહત્વ
મંદિર સંકુલની અંદર કેટલાક દેવતાઓને સમર્પિત ઉપાલયો તરીકે ઓળખાતા અનેક મંદિરો છે. આમાં અનંત પદ્મનાભ સ્વામી, રામ-સીતા અને લક્ષ્મણ, અંજનેય સ્વામીની મૂર્તિઓ છે. આમાં દરેક દેવતાના મંદિરની અંદર એક અલગ મંદિર છે. તીર્થયાત્રીઓ મંદિરમાં દર્શન કરતા પહેલા ધર્મગુંડમ નામના કુંડમાં સ્નાન કરે છે. એવું માનવામાં આવે છે કે આ તળાવના પવિત્ર જળમાં સ્નાન કરવાથી તમામ પાપો દૂર થાય છે અને સ્વાસ્થ્ય સુધરે છે. કહેવામાં આવે છે કે આ કુંડના પાણીમાં ઔષધિય ગુણો હોય છે. દર વર્ષે મહાશિવરાત્રીના સમયે ભક્તો શિવની પૂજા કરવા વેમુલાવાડાની મુલાકાત લે છે. આ મંદિરમાં ભક્તો દ્વારા 'કોડેમોક્કુ' નામનો પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે.
આ મંદિરને દક્ષિણનું કાશી કહેવામાં આવે છે
આ મંદિર ક્ષેત્રને દક્ષિણનું કાશી પણ કહેવામાં આવે છે. તેને હરિહર ક્ષેત્ર પણ કહેવામાં આવે છે, કારણ કે વૈષ્ણવ ધર્મમાં માનતા લોકો માટે સંકુલમાં ભગવાન વિષ્ણુના બે મંદિરો છે. અનંત પદ્મનાભ સ્વામી મંદિર અને સીતારામ ચંદ્રસ્વામી મંદિર. અનંત પદ્મનાભ સ્વામી મંદિરને સમગ્ર વિસ્તારના રક્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે. પીએમ મોદી પણ આ વખતે બનારસથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.
હિંદુ મુસ્લિમ એકતાની મિસાઇલ
રાજા રાજેશ્વર મંદિરની બીજી મોટી વિશેષતા એ છે કે મંદિર પરિસરમાં જ એક દરગાહ છે. અહીં હિંદુ અને મુસ્લિમો પોતપોતાના ધર્મ પ્રમાણે સહિષ્ણુતાથી પૂજા કરે છે. કહેવાય છે કે એકવાર ભગવાન સૂર્ય ખૂબ જ બીમાર પડી ગયા. જ્યારે તેણે આ મંદિરમાં પૂજા કરી તો તેની તબિયતમાં સુધારો થયો. ત્યારથી આ વિસ્તારને ભાસ્કર ક્ષેત્રમ પણ કહેવામાં આવે છે.









