SolarCityના 2017માં ટેસ્લામાં વિલિનીકરણ બાદ ભારતીય મૂળના વૈભવ તનેજાએ Assistant Corporate Controllerના રૂપમાં ટેસ્લા સાથે કામની શરુઆત કરી છે. વૈભવને વર્ષ 2023માં ઝેક કિરખોર્નના સ્થાને CFO બનાવવામાં આવ્યા છે. વૈભવની તેમના સ્થાન અને તેના પણ વધુ તેમને અપાતા પગારને કારણે દરેક જગ્યાએ ચર્ચા થઇ રહી છે. વૈભવ તનેજાનો પગાર 139 મિલિયન ડૉલર છે. જે હાલ ટોક ઓફ ધ ટાઉન છે. આ રકમનો મોટો હિસ્સો સ્ટોક ઓપ્શન્સ અને ઇક્વિટી એવોર્ડ્સના રૂપમાં હતો. જે તેમને તેમના પ્રમોશન પછી આપવામાં આવ્યો હતો.
વૈભવ તનેજાનો પગાર 139 મિલિયન ડૉલર !
તેમની મૂળ સેલરી માત્ર 400,000 ડૉલર હતી. તેમને જણાવી દઇ કે, ટેસ્લા કંપનીના મુખ્ય અધિકારી CFO વૈભવ તનેજાની વાર્ષિક આવક સુંદર પિચાઇ અને સત્ય નડેલા કરતા પણ વધુ છે. વૈભવ તનેજાનો પગાર 139 મિલિયન ડૉલર એટલે કે 1155 કરોડ રૂપિયા છે. વૈભવ તનેજા અધિક સ્ટોકના રૂપમાં કંપનસેશન મળ્યુ છે. જે તેમને 2023માં CFO બન્યા બાદ આપવામાં આવ્યુ હતુ. તે સમયે ટેસ્લાના શેયર લગભગ 250 ડૉલર હતો. જે વર્ષના વેસ્ટીંગ પીરિયડ સાથે આપવામાં આવ્યો હતો. 19 મે 2025 સુધી આ શેયર 342 ડૉલર સુધી પહોંચ્યા છે. જેના કારણે તેમના સ્ટોકની કિંમત વધી છે. પરંતુ આ બધાની વચ્ચે આશ્ચર્યની વાત એ છે કે, આ વધારો એવા સમય થયો છે જ્યારે ટેસ્લા કંપની નુકસાનમાં હતા. અને અનેક પડકારોનો સામનો કરી રહી હતી.
કોણ છે વૈભવ તનેજા ?
વૈભવ તનેજા દિલ્હી યુનિવર્સિટીમાં ભણ્યા છે. જ્યાં તેઓએ વાણિજ્ય સ્નાતક તરીકે ડિગ્રી લીધી છે. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે. 1999 થી લઇને 2016 સુધી તેઓએ ભારત અને અમેરિકામાં પ્રાઇસવાઇટરહાઉસ કૂપર્સમાં કામ કર્યુ છે. ત્યાર બાદ, તેમણે સોલરસીટી નામની અમેરિકી સોલર કંપનીમાં વિવિધ વિભાગમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જે પાછળથી ટેસ્લા દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું. વર્ષ 2017થી વૈભવ તનેજા ટેસ્લા સાથે જોડાયેલા છે. અને Assistant Corporate Controllerથી લઇને અકાઉન્ટીગ ઓફીસર તરીકે પદભાર સંભાળ્યો છે. માર્ચ 2019થી લઇને 2023 સુધી તેઓ આ પદ પર રહ્યા હતા. બાદમાં તેઓને CFO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2021માં વૈભવને ટેસ્લા ઇન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને હવે તેઓ ભારતમાં ટેસ્લાના પ્રવેશનું નેતૃત્વ કરી રહ્યા છે.