કારગિલ યુદ્ધ દરમિયાન ભારતે નિયંત્રણ રેખા પાર કરી ન હતી, ઉરી સર્જિકલ સ્ટ્રાઈકમાં આમ થયું હતું. એલઓસી પાર કરવા અંગે કોંગ્રેસના સાંસદ શશી થરૂરના આ નિવેદન બદલ તેમના જ પક્ષના નેતાઓ દ્વારા નિશાન બનવવમાં આવ્યા હતા. જોકે આ અંગે થરૂરે ઠોસ જવાબમાં કહ્યું કે, અમે આતંકવાદી હુમલાઓ વિશે વાત કરી હતી, યુદ્ધ વિશે નહીં. ટીકાકારો અને ટ્રોલ કરનારાઓ ગમે તે કરી શકે છે.
કોંગ્રેસ નેતા શશિ થરૂરે પક્ષના નેતાઓને જવાબ આપ્યો છે. તેઓ હાલમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત અમેરિકામાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. પનામામાં થરૂરના નિવેદનને કારણે કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોવાની સ્થિતિ સર્જાઇ હતી. થરૂરે હવે તેનો જવાબ આપ્યો છે.
X પર પોસ્ટ કરીને પ્રતિભાવ આપ્યો
થરૂરે સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને કહ્યું, "LoC પાર ભારતીય બહાદુરી પ્રત્યેની મારી અજ્ઞાનતાથી નારાજ થયેલા કટ્ટરપંથીઓને, હું કહેવા માંગુ છું કે, હું સ્પષ્ટપણે આતંકવાદી હુમલાઓના પ્રતિભાવ વિશે વાત કરી રહ્યો હતો, ભૂતકાળના યુદ્ધો વિશે નહીં."
વિચારો અને શબ્દો તેમની ઇચ્છા મુજબ વિકૃત કરાય છે
મારું નિવેદન તાજેતરના વર્ષોના ઘણા હુમલાઓના સંદર્ભે હતું, અગાઉના ભારતીય પ્રતિભાવો નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર નિયંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ ટીકાકારો અને ટ્રોલ્સ મારા વિચારો અને શબ્દોને તેમની ઇચ્છા મુજબ વિકૃત કરાય છે.
પાર્ટી પ્રત્યે બેઈમાન કેમ બની શકો ?
કોંગ્રેસ નેતા ઉદિત રાજનું નિવેદન એવું બહાર આવ્યું કે, કાશ વડાપ્રધાન મોદીને તમને ભાજપના સુપર પ્રવક્તા જાહેર કરવા મનાવી શકું, તમને વિદેશ મંત્રી બનાવી દે. કોંગ્રેસના સુવર્ણ ઇતિહાસને કેવી રીતે આમ બદનામ કરી શકો છો ? યુપીએ સરકાર દરમિયાન ઘણી સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી. જે પક્ષે તમને આટલું બધું આપ્યું છે, તેના પ્રત્યે તમે આટલા બેઈમાની કેમ બની શકો છો?
6 વાર કોંગ્રેસે સર્જિકલ સ્ટ્રાઈક કરી હોવાનો દાવો
કોંગ્રેસના નેતા ઉદિત રાજે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરતા કહ્યું કે, કોંગ્રેસ સરકારે પાકિસ્તાન પર 6 વખત સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. પક્ષે તેનો શ્રેય લીધો ન હતો.