• જનરલ મનોજ પાંડેએ રાજનાથ સિંહને આપી ઘટનાની માહિતી
  • આતંકી હુમલામાં રાષ્ટ્રીય રાયફલ્સની ટુકડીના જવાનો થયા શહીદ
  • સૈન્ય અધિકારીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરમાં આજે થયેલ આતંકી હુમલા બાદ આર્મી ટ્રકમાં આગ લાગવાને કારણે 5 જવાનો શહીદ થઈ ગયા હતા. ઘટનામાં એક જવાન ગંભીર રીતે દાઝી ગયો છે. જેને સારવાર માટે આર્મી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સેનાએ નિવેદન આપ્યું છે કે શહીદ આતંકવાદ વિરોધી અભિયાન માટે તૈયાર કરવામાં આવેલ રાષ્ટ્રીય રાયફલ્સની એક ટુકડીમાં સામેલ હતા.

સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને ઘટનાની વિસ્તૃત જાણકારી આપી હતી. યુનિટમાં આતંકીઓને શોધવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે. તેની સાથે જ ડ્રોન સર્વેલન્સ દ્વારા સમગ્ર વિસ્તાર પર વોચ રાખવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. સેનાના જણાવ્યા મુજબ જે વાહનમાં જવાનો સવાર હતા તેના પર આતંકીઓએ અચાનક ફાયરિંગ કરી દીધું હતી.

શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે ગ્રેનેડ દ્વારા કરવામાં આવેલ વિસ્ફોટને કારણે વાહનમાં આગ લાગી ગઈ હતી. જે સમયે આ હુમલો થયો ત્યારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ધૂંધળું વાતાવરણ હોવાથી ઓછું દેખાતું હતું, જેનો લાભ ઉઠાવીને આતંકીઓએ આ હુમલો કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું છે કે આતંકીઓને ઝડપી પાડવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સૈન્ય અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.


  • Follow us on: