મુંબઈના લોકો માટે સોમવારનો દિવસ ખાસ રહ્યો  કારણ કે 7 ઓક્ટોબર, 2024થી, BKC અને આરે વચ્ચે પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન સેવા શરૂ થઈ છે. આ સેવા મુંબઈ મેટ્રો લાઇન 3 પર ઉપલબ્ધ છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. મેટ્રો પ્રશાસન આ સેવા માટે MetroConnect3 એપ પણ લઇને આવ્યું છે. ઉલ્લેખનીય છે કે BKC અને આરે વચ્ચે કુલ 10 મેટ્રો સ્ટેશન છે. તેના પર દરરોજ મેટ્રો ટ્રેનની 96 ટ્રીપ થશે. આ રૂટ પર લોકોને ઘણી સુવિધા મળશે. તેમની મુસાફરી સરળ બનશે અને સમયની પણ બચત થશે.


આ સ્ટેશનો રૂટ પર છે

આ મેટ્રો લાઇન છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1 અને 2 ને પણ જોડે છે અને મારોલ નાકા સ્ટેશન પર ઘાટકોપર-અંધેરી-વર્સોવા મેટ્રો લાઇન 1 સાથે જોડે છે. રૂટ પરના દસ સ્ટેશનો વિશે વાત કરીએ તો, મુંબઈ મેટ્રો લાઇન 3 કોરિડોર BKC, બાંદ્રા કોલોની, સાંતાક્રુઝ, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) T1, સહાર રોડ, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) T2, મરોલ નાકા, અંધેરી , SEEPZ, આરે કોલોની JVLR મેટ્રો સ્ટેશન છે.


ભાડું કેટલું ?

  • મુંબઈ મેટ્રો લાઇન 3 કોરિડોર વચ્ચે લઘુત્તમ ટિકિટની કિંમત 10 રૂપિયા અને મહત્તમ 50 રૂપિયા છે. આ રૂટ પર પહેલી મેટ્રોનો સમય સવારે 6.30 વાગ્યાની છે અને છેલ્લી ટ્રેનનો સમય રાત્રે 10:30 વાગ્યાનો છે.
  • રવિવારે મેટ્રો ટ્રેન સેવા સામાન્ય કરતા બે કલાક મોડી ઉપલબ્ધ થશે. એટલે કે આ દિવસે પહેલી ટ્રેન સવારે સાડા આઠ વાગ્યે ઉપડશે. બે ટ્રેનોના આગમન અને પ્રસ્થાન વચ્ચેનો સરેરાશ સમય 3-4 મિનિટનો છે.

માત્ર 12.44 કિમીનો જ માર્ગ ખોલાયો

  • મુંબઈ મેટ્રો લાઇન 3 ભૂગર્ભમાં 33.5 કિલોમીટર લાંબી છે. હાલ માત્ર 12.44 કિમીનો માર્ગ જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.
  • આ પ્રોજેક્ટની કિંમત 32,000 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. દરેક મેટ્રો ટ્રેનની ક્ષમતા 2,000થી વધુ લોકોની છે.
  • ટ્રેનની મહત્તમ ઝડપ 85 કિલોમીટર પ્રતિ કલાક છે અને તે સરેરાશ 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે.
  • ટિકિટ એપ અથવા સ્ટેશન કાઉન્ટર પરથી ખરીદી શકાય છે.
  • આગામી મહિના સુધીમાં શહેરની તમામ મેટ્રો લાઇન પર નેશનલ કોમન મોબિલિટી કાર્ડનો ઉપયોગ કરી શકાશે.
  •  મેટ્રો લાઇન જૂન 2025 સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થવાની અપેક્ષા છે.


  • Follow us on: