• દેશમાં ફરી ખેડૂત આંદોલન શરૂ થવાના એંધાણ
  • 12 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે ખેડૂતો સાથે બેઠક
  • રાજીવ ગાંધી સ્પોર્ટ્સ સ્ટેડિયમ જેલમાં ફેરવાયું 

ખેડૂતોની દિલ્હી સુધી કૂચની જાહેરાત વચ્ચે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂત નેતાઓને બેઠક માટે પત્ર જાહેર કરીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પત્ર ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ, યુનાઈટેડ કિસાન મોરચા અપોલિટિકલ અને સરબન સિંહ પંઢેર કિસાન મજદૂર મોરચાને લખવામાં આવ્યો છે. જેમાં ખેડૂતોની માંગણીઓ પર વિચાર કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય સાથે 12 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે બેઠક નક્કી કરવામાં આવી છે.

હરિયાણામાં વહીવટી તંત્ર એલર્ટ પર

હરિયાણાના અંબાલામાં પંજાબ તરફથી આવતા તમામ માર્ગોને જિલ્લા વહીવટી તંત્રએ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ માર્ગો પર ટૂંક સમયમાં બેરિકેડ લગાવવામાં આવશે. આ સાથે જ ચંદીગઢ આવવા-જવાનો રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

હાલમાં, અનેક વાહનો ટ્રાફિકજામમાં ફસાયેલા છે, તેથી ચંદીગઢ જવા માટેની એક લેન હાલ માટે ખોલવામાં આવી છે. આવતા તમામ માર્ગ બંધ છે. અંબાલામાં સેક્ટર 10 સ્થિત રાજીવ ગાંધી સ્પોર્ટ્સ સ્ટેડિયમને હંગામી જેલમાં ફેરવી દેવામાં આવ્યું છે. જેથી ખેડૂતોની ધરપકડ થાય તો તેમને અહીં લાવી શકાય.


  • Follow us on: