- લોકોને વળતર આપવાની યોજનામાં ફેરફાર કરી શકાય છે
- સમિતિએ કહ્યું કે અસરગ્રસ્તોના મહત્ત્વના દસ્તાવેજો ગુમ, સરકાર ફરી કાઢી આપે
- બીજા રિપોર્ટમાં લોકોને વળતર આપવાની યોજનામાં ફેરફાર સૂચવાયા છે.
મણિપુર હિંસા મામલે તપાસ કરવા તેમજ રાહત અને પુનઃવસન કાર્ય માટે સુપ્રીમ કોર્ટ દ્વારા પૂર્વ જસ્ટિસ ગીતા મિત્તલનાં વડપણ હેઠળ 3 મહિલા પૂર્વ જજની સમિતિ રચાઈ હતી. ગીતા મિત્તલ સમિતિએ સોમવારે સુપ્રીમ કોર્ટને આ સંદર્ભમાં 3 રિપોર્ટ સોંપ્યા હતા. પૂર્વ જજ ગીતા મિત્તલે કહ્યું હતું કે હિંસાગ્રસ્ત લોકોને આપવામાં આવનાર વળતરની યોજનામાં ફેરફાર કરી શકાય છે. સમિતિએ એવું પણ કહ્યું હતું કે, રાજ્યનાં હિંસાગ્રસ્ત લોકોનાં મહત્ત્વના દસ્તાવેજો ગુમ થઈ ગયા છે જે સરકારે ફરી કાઢી આપવા જોઈએ. કોર્ટે કેસની વધુ સુનાવણી 25મીએ હાથ ધરવાનું નક્કી કરતા કહ્યું કે 25મીએ સમિતિને તમામ કામકાજની સુવિધા અને અધિકારો આપવાનો આદેશ આપીશું. વહીવટી મદદ તેમજ ફંડિંગ આપવા ફરમાન કરીશું. સુપ્રીમ કોર્ટની બેન્ચ મહિલા હિંસાને લગતી 10 અરજીઓ પર સુનાવણી કરી રહી છે.
સીજેઆઈ ડી વાય ચંદ્રચૂડે શું કહ્યું?










