• NCPના બંને નેતાઓએ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા કોર્ટમાં અરજી કરી હતી
  • રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા એક દિવસના માંગ્યા હતા જામીન
  • ઈડીએ સોંગનામું રજુ કરી મતદાન માટે જામીનનો વિરોધ કર્યો હતો


10મી જૂને યોજવનાર રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે એક દિવસના જામીન આપવાની માંગ સાથે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિક અને પૂર્વ રાજ્ય ગૃહમંત્રી અનિલ દેશમુખ દ્વારા દાખલ કરાયેલી અરજી ગુરુવારે મુંબઈની કોર્ટે ફગાવી દીધી છે.

મલિક અને દેશમુખ તરફે કોર્ટમાં રજુઆત કરવામાં આવી કે બંને વિધાનસભાના સભ્યો અને મતદારગણ હોવાથી તેમને રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવાની છુટ આપવામાં આવે. મલિક તરફથી દલીલ કરવામાં આવી હતી કે કેસના આરોપીને પણ મતદાન કરવાનો અધિકાર હોય છે ત્યારે કોર્ટે તેની સત્તાનો ઉપયોગ કરી તેમને મતદાન માટેની મંજૂરી આપવી જોઈએ.

નવાબ મલિકના વકીલ અમિત દેસાઈએ કોર્ટને જણાવ્યું કે મલિકની ફરજ છે. તેમના મતવિસ્તારના લોકોના તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિ છે. જે વ્યકિત જેલમાં હોય અને જે વ્યકિત હોસ્પિટલમાં હોય બંને વચ્ચે તફાવતની જરૂર છે. તેમણે કહ્યું કે મલિક જેલમાં નહિ પરતું જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા.

ઈડી તરફે એડિશનલ સોલિસીટર જનરલ અનિલ સિંહે કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે રિપ્રેઝન્ટએશન ઓફ પીપલ્સ એક્ટ પ્રમાણે જેલમાં બંધ વ્યકિત મતદાન ન કરી. જ્યારે અરજદાર પોતાના વર્તનના કારણે જેલમાં બંધ હોય ત્યારે તેઓ આવા વિશેષાધિકારની માંગ ન કરી શકે. તેમણે કહ્યું કે કાયદો એવું કહે છે કે જ્યારે તમે જેલમાં હોય ત્યારે મતદાન કરવાનો અધિકાર નથી.

નવાબ મલિકની અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે કોર્ટ તેમને શરતો સાથે જામીન આપે. મતદાન કરવા વિધાનસભા જતી વખતે મેડિકલ એસ્કોર્ટને સાથે રાખવાની અને તેનો ખર્ચ ઉપાડવાની પણ તૈયારી બતાવી હતી.

બંને નેતા નવાબ મલિક અને અનિલ દેશમુખ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. અનિલ દેશમુખ પર ભ્રષ્ટ્રાચારનો કેસ છે, જ્યારે નવાબ મલિક પર મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.


  • Follow us on: