- કેજરીવાલના ઘર અને ED ઓફિસ બહાર પોલીસ કાફલો તૈનાત
- આ જ મામલે મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેલમાં છે
- સીએમ પદેથી કેજરીવાલ રાજીનામું નહીં આપેઃ આપ નેતા
દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે .જેમાં હાઈકોર્ટથી ધરપકડના બચાવવાનો ઈન્કાર કર્યાના બે કલાક પછી જ ED ની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. EDની ટીમે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દિલ્હી દારૂ નીતિ કેસમાં ધરપકડ કરી છે. આ પહેલાં કેજરીવાલેન સમન્સ આપવા માટે ED ની ટીમ તેમના નિવાસસ્થાને પહોંચી હતી અને ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.
જ્યાં એક તરફ અરવિંદ કેજરીવાલને 10મું સમન આપવા EDની ટીમ પહોંચી હતી. જેમાં અરવિંદ કેજરીવાલના ઘરની બહાર 6થી વધુ અધિકારીઓ તૈનાત થયા હતા. આ સાથે જ કેજરીવાલના ઘર બહાર પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. જોકે દિલ્હી હાઇકોર્ટે ધરપકડથી રોક લગાવવાની અરજી ફગાવી હતી, ત્યાર બાદ જ દિલ્હીના મુખ્યમંત્રીની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેવી અટકળો જોવામાં આવી રહી હતી અને આખરે ધરપકડ કરવામાં આવી છે.
Updates :
કેજરીવાલને ED હેડક્વાર્ટર લઈ જવામાં આવી રહ્યા છે. જેમાં ત્યાં તેમનું મેડિકલ કરવામાં આવશે. તેમજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જેના પર સૌ કોઈની નજર રહેલી છે. તેમજ વિરોધી પક્ષ દ્વારા કેજરીવાલના સમર્થનમાં પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.
વકીલોની સુપ્રીમ કોર્ટમાં રજુઆત
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના વકીલો સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રારના ઘરે જઈ રહ્યા છે. તેમની પાસેથી તાત્કાલિક સુનાવણીની માગ કરશે. કેજરીવાલ વર્ચ્યુઅલી પણ હાજર થઈ શકે છે. તેમજ તેમની સુનાવણી માટે પણ તૈયારી કરવામાં આવી રહી છે.
મેડિકલ રિપોર્ટ થશે અને કોર્ટમાં રજુ કરશે
અરવિંદ કેજરીવાલને મેડિકલ રિપોર્ટ માટે લઈ જવામાં આવ્યા છે. જ્યારે આગળની કાર્યવાહી માટે ED દ્વારા આવતીકાલે કોર્ટમાં તેમને રજુ કરવામાં આવી શકે છે. ઈડીની ટીમ દ્વારા કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી નેતાઓ સહિત કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં પહોંચી ગયા છે. ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે.
જેલમાંથી ચલાશે દિલ્હી સરકાર
આ સાથે જ આપ નેતા આતિશીના જણાવ્યા અનુસાર, દિલ્હીની સરકાર હાલમાં જેલમાંથી ચાલશે. તેમણે જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે. જેલમાંથી સરકાર ન ચાલે તેવી કોઈ જોગવાઈ નથી. તેમજ સીએમ પદેથી કેજરીવાલ રાજીનામું નહીં આપે.
અરવિંદ કેજરીવાલની ધરપકડ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં બીજી તરફ દિલ્હીના સ્પીકરે જણાવ્યું કે, ધરપકડ બાદ પણ કેજરીવાલ રાજીનામું નહીં આપે. તેમજ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવે તેવું સૂચન આપવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી નહીં
આ તરફ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણીની શક્યતા નહિવત જોવામાં આવી રહી છે. તેમજ અરવિંદ કેજરીવાલના ઘર બહાર સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે.
અરવિંદ કેજરીવાલના ઘરની આસપાસ કલમ 144 લાગૂ કરવામાં આવી છે. તેમજ દિલ્હીના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પહોંચી રહ્યા છે. તેમજ ED ની ઓફિસ બહાર પણ સુરક્ષા વધારવામાં આવી છે.
આ સાથે જ કેજરીવાલના ઘર તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટનાસ્થળે હાજર છે. તેમજ કેજરીવાલના ઘર બહાર CRPFની ટીમ તૈનાત કરવામાં આવી છે. તેમજ ઘરની બહાર બેરિકેડિંગ લગાવવામાં આવ્યા છે.

પંજાબના સીએમ ભગવંત માને કહ્યું હતું કે ભાજપની રાજકીય ટીમ (ED) કેજરીવાલના વિચારને કેદ નહીં કરી શકે... કારણ કે માત્ર AAP જ ભાજપને રોકી શકે છે. વિચારને પણ દબાવી નથી શકાતો.
આ દરમિયાન મુખ્યમંત્રી નિવાસસ્થાનની આસપાસ સુરક્ષાનો ઘણો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. જ્યાં એક તરફ EDના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની પૂછપરછ થઈ રહી છે અને ઘરમાં સર્ચ ઓપરેશનના પણ સમાચાર છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલની ગમે ત્યારે ધરપકડ શક્ય છે.
લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી
જ્યારે બીજી તરફ અરવિંદ કેજરીવાલની લીગલ ટીમ દ્વારા SCમાં અરજી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે જ દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. તેમજ ધરપકડથી રોક લગાવવાની અરજી હાઈકોર્ટે ફગાવી હતી
ઘરની બહાર સમર્થકોની મોટી ભીડ
આપ નેતા અને દિલ્હી સરકારમાં મંત્રીસૌરભ ભારદ્વાજને કેજરીવાલના ઘરમાં જતા રોકવામાં આવ્યા છે. જે પછી તેઓ કેજરીવાલના ઘરની બહાર જ રહ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં AAP નેતાઓ અને સમર્થકો કેજરીવાલના ઘર બહાર ઉપસ્થિત રહ્યા છે. કેજરીવાલના ઘર બહાર પોલીસ કાફલો તૈનાત થયો છે. જ્યારે સૌરભ ભારદ્વાજના અનુસાર, અરવિંદ કેજરીવાલની ધરપકડની તૈયારીઓ થઈ રહી છે.
અત્યાર સુધીમાં કેટલા સમન્સ ફાળવવામાં આવ્યા
નોંધનીય છેકે, EDએ 17 માર્ચે કેજરીવાલને 9મું સમન્સ મોકલ્યું હતું. કેજરીવાલ 19 માર્ચે સમન્સ સામે હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમની અરજી પર 20 માર્ચે સુનાવણી થઈ હતી. ED એ વારંવાર સમન્સ મોકલવા બદલ કોર્ટે સમન્સ પાઠવ્યું હતું.
લિકર પોલિસી કેસમાં કેજરીવાલને 27 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી, 22 ફેબ્રુઆરી, 2 ફેબ્રુઆરી, 17 જાન્યુઆરી, આ વર્ષે 3 જાન્યુઆરી અને 2023માં 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે સમન્સ મોકલવામાં આવ્યા હતા. જોકે તે એકવાર પણ પૂછપરછ માટે હાજર થયા ન હતા.


22 એપ્રિલ સુધીમાં ED જવાબ રજૂ કરે : HC
આ અગાઉ EDએ કોર્ટને કહ્યું હતું કે તે હકીકતો માત્ર કોર્ટ દ્વારા જ જોવામાં આવે અને કેજરીવાલના વકીલને બતાવવામાં ન આવે. આ કેસની આગામી સુનાવણી 22 એપ્રિલે થશે. કોર્ટે કહ્યું કે EDના સમન્સ સાંભળવા યોગ્ય છે કે નહીં તે મુદ્દે સુનાવણી 22 એપ્રિલે થશે. ગુરુવારે સવારે સીએમ કેજરીવાલે કોર્ટમાં એક નવી અરજી દાખલ કરી હતી જેમાં ED દ્વારા કોઈપણ નિવારક પગલાં લેવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ મનોજ જૈનની ડિવિઝન બેન્ચે આ સુનાવણી કરી હતી.
કેજરીવાલના વકીલે શું કહ્યું
જ્યારે કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ અગાઉ કહ્યું હતું કે કલમ 50 હેઠળ જારી કરાયેલ સમન્સ એ દર્શાવતું નથી કે સમન્સ મોકલવામાં આવેલ વ્યક્તિ સાક્ષી શંકાસ્પદ છે કે આરોપી છે. કોઈપણ શિક્ષાત્મક પગલાં લેવાનું ટાળવા માટે, તેમણે ડીકે શિવકુમારના કેસનો ઉલ્લેખ કર્યો. વાસ્તવમાં, અરવિંદ કેજરીવાલ વતી, દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાહતની માંગ કરતી નવી અરજી દાખલ કરવામાં આવી છે.









